E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat : સુરતના ઐતિહાસિક ગાંધીબાગમાં પ્રવેશ પહેલા મુલાકાતીઓએ રજીસ્ટરમાં નામ-નંબર સાથે એન્ટ્રી...

Surat : સુરતના ઐતિહાસિક ગાંધીબાગમાં પ્રવેશ પહેલા મુલાકાતીઓએ રજીસ્ટરમાં નામ-નંબર સાથે એન્ટ્રી કરવાની રહેશે

સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં આવેલા ઐતિહાસિક ગાંધી બાગમાંથી થોડા દિવસ પહેલા દારૂની ખાલી બાટલીઓ તથા ખાલી સીરીન મળી આવી હતી. પરંતુ ત્યાર બાદ પણ તંત્રએ કોઈ ખાસ પગલાં ભર્યા નથી. તો બીજી તરફ ગાર્ડન સમિતિના સભ્યએ ગાંધી બાગની મુલાકાત લઈને સિક્યુરિટી સ્ટાફને સૂચના આપીને મુલાકાતીઓની વિગતો રાખવા માટે તાકીદ કરવા સાથે સફાઈ કરવા માટે પણ સુચના આપી છે.

સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં ઐતિહાસિક ગાંધી બાગ આવ્યો છે પહેલા મેટ્રોની કામગીરીને કારણે ગાંધી બાગની હાલ કફોડી થઈ ગઈ હતી અને હવે બાગના રિનોવેશન બાદ સુરતીઓ માટે ખુલ્લો મુકાયો છે પરંતુ હવે આ બાગ અસમાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. અંધારું થતાની સાથે જ બાગમાં દારૂની મહેફિલ થવાની સાથે ડ્રગ્સ બંધાણી નો અડ્ડો પણ બની ગયો છે. આ બાગમાં કચરામાં સંખ્યાબંધ દારૂની ખાલી બોટલો અને ખાલી સિરીંજ મોટી સંખ્યામાં મળી આવી હતી. આ મુદ્દે ભારે હોબાળો થયો હતો અને ગૃહમંત્રી અને કેન્દ્રીય મંત્રીના હોમ ટાઉનના ઐતિહાસિક બાગમાં દારૂ-ડ્રગ્સની મહેફીલ થતી હોવાના આક્ષેપ થયા હતા.

આવી ગંભીર આક્ષેપ છતાં પણ પાલિકા તંત્ર કે પોલીસ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી ન હતી. દરમિયાન આજે ગાર્ડન સમિતિના સભ્ય અને સ્થાનિક કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે ગાંધી બાગની મુલાકાત લીધી હતી. તેઓએ બાગની મુલાકાત લીધી હતી ત્યાં ફરી ગંદકીના ઢગ જોવા મળતા અધિકારીઓનો ઉધડો લઈ તાત્કાલિક સફાઈ કરાવવા માટે સુચના આપી હતી. આ ઉપરાંત સિક્યોરીટીને સ્પષ્ટ સૂચના આપી છે કે, ગાંધી બાગમાં અસામાજીક તત્વોના પ્રવેશ પર અંકુશ મેળવવા માટે તેઓએ ફરજીયાતપણે ગાંધી બાગમાં આવનાર મુલાકાતીઓ માટે રજીસ્ટર મુકવામાં આવે અને જે લોકો મુલાકાત લે છે તેઓને ફરજીયાત રજીસ્ટરમાં નામ-મોબાઈલ નંબર નોંધવા સુચના આપી હતી.

આ ઉપરાંત કેટલાક લોકો ગાંધી બાગમાં કેટલાક લોકો બાઈક લઈને પણ આવી જાય છે તેથી બાઈક બાગની બહાર જ પાર્ક કરવા માટે સુચના આપી છે. કોર્પોરેટર દ્વારા તંત્રને સુચના તો આપવામાં આવી છે તેનો અમલ કેટલો થાય છે તેની ખબર તો આગામી દિવસમાં ખબર પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments