E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat : સુરતના પાલનપુરમાં મહિલાઓ પોલીસની રાહ જોયા વગર દારૂના અડ્ડા પર...

Surat : સુરતના પાલનપુરમાં મહિલાઓ પોલીસની રાહ જોયા વગર દારૂના અડ્ડા પર ત્રાટકી, બૂટલેગરોમાં મચી નાસભાગ

સુરતના પાલનપુરમાં દારૂના દૂષણ સામે આખરે નારીશક્તિ મેદાનમાં ઉતરી છે. મહાદેવ ફળિયામાં રહેણાક વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાથી કંટાળેલી મહિલાઓએ જનતા રેડ કરી કરી હતી. બૂટલેગરો સામે ઉશ્કેરાયેલી મહિલાઓએ દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી અડ્ડાનો સોથ વાળી દીધો હતો.

મળતી માહિતી અનુસાર, શેહરના પાલનપુરમાં મહાદેવ ફળિયામાં લાંબા સમયથી દેશી દારૂનું વેચાણ ચાલતું હતું, જેના કારણે કોલેજ જતી યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા જોખમાઈ હતી. જ્યારે મહિલાઓ આ અડ્ડો બંધ કરાવવા ગઈ, ત્યારે બૂટલેગરે ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યો કે, ‘અહીં દારૂ વેચાય તો તમને શું વાંધો છે? તમને શું નડે છે?’ આ સાંભળતા જ મહિલાઓનો સંયમ તૂટ્યો અને માસૂમ બાળકોને તેડીને પણ મહિલાઓ અડ્ડાની અંદર ઘૂસી ગઈ હતી અને દારૂના જથ્થાનો નાશ કરવાનું શરૂ કર્યું હતું..

મહિલાઓએ આ રેડ ત્યારે પાડી જ્યારે અડ્ડા પર ગ્રાહકોની ભીડ જામી હતી. મહિલાઓના રૌદ્ર સ્વરૂપને જોઈને દારૂ પીવા આવેલા અસામાજિક તત્ત્વો અને બૂટલેગરોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. મહિલાઓએ રસ્તા પર દારૂની પોટલીઓ ફેંકીને તંત્રની નિષ્ક્રિયતા સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.

ઘટનાની જાણ થતા જ પાલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જો કે, પોલીસે આવતાની સાથે જ સ્થાનિકોના રોષનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે અનેક રજૂઆતો છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી, જેના કારણે અમારે આ પગલું ભરવું પડ્યું છે. રહેણાક વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાય અને પોલીસને ખબર ન હોય તે બાબત શંકાસ્પદ હોવાનું લોકોએ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આ ઘટના સુરત પોલીસ માટે લાલબત્તી સમાન છે. જો પોલીસ સમયસર કાર્યવાહી નહીં કરે તો નાગરિકોએ જાતે જ કાયદો હાથમાં લેવાની ફરજ પડશે તેવો સ્પષ્ટ સંદેશ મહિલાઓએ આપ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments