E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat : સુરતમાં કોબ્રા સાપે ડંખ મારતા 2 વર્ષના બાળકનું મોત,...

Surat : સુરતમાં કોબ્રા સાપે ડંખ મારતા 2 વર્ષના બાળકનું મોત, આંગણામાં બાળક રમતું હતુ તે દરમિયાન બની ઘટના

સુરતમાં બાળકને સાપે ડંખ મારતા મોત થયું હોવાની વાત સામે આવી છે, ભાટપોરમાં ઘર નજીક રમતા બાળકને કોબ્રા સાપે માર્યો ડંખ, તો બાળકને સારવાર મળે તે પહેલા તેનું મોત થયું છે.

સુરતના ભાટપોર વિસ્તારમાં બે વર્ષીય બાળકને કોબ્રા સાપે ડંખ મારતા મોત થયું હોવાની વાત સામે આવી છે, બાળક ઘર નજીક રમી રહ્યું હતુ તે દરમિયાન સાપે ડંખ માર્યો હતો, બાળકના પિતાને થયું કે સાપે ડંખ માર્યો છે જેથી તેઓ તેને તાત્કાલિક ભાટપોરના ક્લિનીકમાં લઈ ગયા હતા, જ્યાંથી બાળકને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

છોટા ઉદેપુરના વતની દિનેશભાઈ નાદલા રાઠવા કે જેઓ ભાટપોર ગામના પોસ્ટ ઓફિસ ફળિયામાં પરિવાર સાથે રહી કડિયાકામ કરી ગુજરાન ચલાવે છે. શુક્રવારે સાંજે બાળક સાંજે અન્ય બાળકો સાથે રમી રહ્યો હતો અને તે સમયે દીવાલમાં છુપાઈને બેસેલો સાપ અચાનક બહાર આવ્યો અને બાળકના જમણા પગે કરતી ગયો હતો, અને બાળકને લોહી નીકળતા તેણે બુમો પાડી હતી.

કમનસીબે, ઝેરની અસર વધુ હોવાથી ફરજ પરના તબીબોએ માસૂમને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા જ ગામના લોકોએ એકઠા થઈ તે 6 ફૂટ લાંબા કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યું હતું. બાળકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments