E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat : સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલની નવી કરતૂત, પ્રતિબંધિત બેટિંગ...

Surat : સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલની નવી કરતૂત, પ્રતિબંધિત બેટિંગ એપનું માર્કેટિંગ કર્યું અને પછી…

આટલું જ નહીં, તેણે આ પ્રતિબંધિત એપ કઈ રીતે ડાઉનલોડ કરવી તેની લિંક પણ પોતાના ઇન્સ્ટાગ્રામ બાયોમાં મૂકી છે, જે સીધો કાયદાનો ભંગ માનવામાં આવી રહ્યો છે.

હંમેશા વિવાદોથી ઘેરાયેલી રહેતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ફરી એકવાર મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આ વખતે કીર્તિ પટેલે ગુજરાતમાં પ્રતિબંધિત એવી ઓનલાઈન બેટિંગ (જુગાર) એપનું પ્રમોશન કરીને નવો વિવાદ છેડ્યો છે. કીર્તિએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે યુવાનોને બેટિંગ એપ દ્વારા રાતોરાત પૈસા કમાવવાની લોભામણી લાલચ આપતી જોવા મળી રહી છે. આટલું જ નહીં, તેણે આ પ્રતિબંધિત એપ કઈ રીતે ડાઉનલોડ કરવી તેની લિંક પણ પોતાના ઇન્સ્ટાગ્રામ બાયોમાં મૂકી છે, જે સીધો કાયદાનો ભંગ માનવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં ઓનલાઈન સટ્ટાબાજી અને બેટિંગ એપ્સ પર કડક પ્રતિબંધ હોવા છતાં, કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવેલા આ પ્રમોશનથી સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. અનેક લોકોનું માનવું છે કે લાખો ફોલોઅર્સ ધરાવતી આવી વ્યક્તિ જ્યારે પ્રતિબંધિત એપનું માર્કેટિંગ કરે છે, ત્યારે યુવા પેઢી ગેરમાર્ગે દોરાય છે અને દેવાના ડુંગળ નીચે દબાઈ જાય છે. અગાઉ પણ અનેક ગુનાઓમાં પોલીસના ચક્કર કાપી ચૂકેલી કીર્તિ પટેલના આ વીડિયો બાદ હવે સાયબર ક્રાઈમ અને સ્થાનિક પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments