E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSuratSurat : હાઈકોર્ટની ડબલ બેંચમાં અપીલના દાવા વચ્ચે સુરત પાલિકાએ બહાર કાઢેલો...

Surat : હાઈકોર્ટની ડબલ બેંચમાં અપીલના દાવા વચ્ચે સુરત પાલિકાએ બહાર કાઢેલો યુનિયનનો સામાન ભરી લઈ જવાયો

પાલિકા તંત્રએ 20 નવેમ્બરના રાત્રે યુનિયનોની ઓફિસ ખોલી સામાન બહાર મુકી દીધો હતો અને ફરીથી કબ્જો ન થાય તે માટે અન્ય ઓફિસ શરૂ પણ કરાવી દીધી હતી. આ મુદ્દે યુનિયનોએ હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી તે રીટ કોર્ટે કાઢી નાખી છે. કોર્ટના આ નિર્ણય સામે ડબલ બેંચની કોર્ટમાં જવાની વાત વચ્ચે આજે સવારથી યુનિયનના હોદ્દેદારો દ્વારા સામાન લઈ જવાની કામગીરી શરૂ કરવામા આવી છે.

પાલિકાએ રાતોરાત ઓફિસ ખાલી કરાવી હોવાથી યુનિયનોએ પોલીસ ફરિયાદ કરી હતી અને કોર્ટમાં પણ ઓફિસ ખાલી કરાવવા મુદ્દે રીટ કરી હતી. આજે હાઈકોર્ટમાં સુનાવણી હતી જ્યાં પાલિકા તરફેણમાં ચુકાદો આવ્યો છે અને કોર્ટે પણ યુનિયનને ઓફિસ નો કબ્જો ખાલી કરવા માટે જણાવ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર ઓફિસની ફાળવણી, ક્યા કાયદામાં પ્રોવિઝન છે કબજા અંગેના પુરાવા આપો તે પુરાવા આપવામાં યુનિયનો નિષ્ફળ જતા પાલિકા તરફે ચુકાદો આવ્યો હતો.

આ ચુકાદા સામે યુનિયનો દ્વારા એવો દાવો કરવામા આવ્યો છે કે, કોર્ટમાં ઓફિસ ખાલી કરવાનો ચુકાદો આવ્યો છે પરંતુ અમે હાઈકોર્ટમાં ડબલ બેંચની કોર્ટમાં જઇશું તેઓએ એવું કહ્યું છે કે યુનિયન ની પ્રવૃત્તિ ચાલુ છે તેને પાલિકા અટકાવી શકશે નહીં. આ દાવાની વચ્ચે આજે સવારથી જ યુનિયનના હોદ્દેદારો દ્વારા વાહનોની મદદથી પાલિકાએ કમ્પાઉન્ડમાં મુકેલા સામાન લઈ જવાની કામગીરી શરુ કરવામા આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments