HomeGujaratSurendranagar : ચોટીલા સર્કિટ હાઉસમાં ગેરકાયદે રોકાયેલા 4 વ્યકિત પકડાયા

Surendranagar : ચોટીલા સર્કિટ હાઉસમાં ગેરકાયદે રોકાયેલા 4 વ્યકિત પકડાયા

ચોટીલા શહેરમાં આવેલા સર્કિટ હાઉસમાં ચોટીલા ડેપ્યુટી કલેક્ટર દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ચાર વ્યકિતઓ ગેરકાયદે રહેતા હોવાથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજે શહેરના સર્કિટ હાઉસમાં ડેપ્યુટી કલેક્ટર એચ ટી મકવાણાએ અચાનક ચેકિંગ કરતા દોડધામ મચી ગઇ હતી. જેમાં ઝડપાયેલા હરેશભાઇ માવજીભાઇ ઘાડવી (રહે. ગારીડા તા.રાજકોટ), હરેશભાઇ પોલાભાઇ વાઘેલા(રહે. ગુંદા તા.ચોટીલા), અરવિંદભાઇ પાંચાભાઇ ચાવડા (રહે. રાજ૫રા તા.ચોટીલા) અને ગોરઘનભાઇ જાદવભાઇ ચાવડા (રહે. ગુંદા તા.ચોટીલા)ને મામલતદારને સુપ્રત કરી આગળની જામીનગીરી અંગેની કાર્યવાહી હાથ ધરવા સુચનાઓ આપી હતી.આ ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહીની સુચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments