સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડના મુદ્દે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED ની ટીમે ધરપકડ કરી છે. EDની ટીમે પ્રથમ તેમના નિવાસસ્થાને તપાસ હાથ ધર્યા બાદ રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી હસુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડના મુદ્દે તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલની ED ની ટીમે ધરપકડ કરી છે. EDની ટીમે પ્રથમ તેમના નિવાસસ્થાને તપાસ હાથ ધર્યા બાદ રાજેન્દ્ર પટેલની ધરપકડ કરી હતી
બાદમાં EDની ટીમ રાજેન્દ્ર પટેલને લઇને સ્પેશિયલ કોર્ટમાં આવી હતી અને પૂછપરછ સહિતની તપાસ માટેની કાનૂની કાર્યવાહી શરુ કરી હતી. ઉલ્લેખનિય છે કે તત્કાલિન કલેક્ટર પર જમીન સંબંધિત ગેરકાયદેસર કામગીરીના અનેક મુદ્દા સામે આવ્યા છે.રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાનેથી ઇડીએ મહત્વના દસ્તાવેજો કબજે કર્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જમીન કૌંભાડમાં ઇડીએ તેમની ઉંડી તપાસ શરુ કરી છે.

જપ્ત કરાયેલા મોબાઈલ ડીકોડ કરવાની જરૂર છે તો 2 ફોન સાથે 12 ઇલેક્ટ્રોનિક ડીવાઈસ રિકવર કરાયા છે. તપાસ માટે આઇપેડ, હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઇવ જપ્ત કરાઇ છે. ઉપરાંત ઇડીને લેપટોપ સહિત જપ્ત કરાયેલો મુદ્દામાલ ડીકોડની જરૂર છે.
તપાસમાં ઘટસ્ફોટ થયો કે લાંચ માટે રૂ.5 – 10 પ્રતિ સ્કેવર મીટર ચાર્જ ફીક્સ હતો. કાર્યકાળ દરમ્યાન 10 કરોડથી વધુના ભ્રષ્ટાચારની શંકા છે અને તપાસ દરમ્યાન આરોપીનો રોલ સામે આવ્યો છે. ચેતન કણજારીયાએ રૂ.65 લાખ મોરીને ચૂકવ્યાની કબૂલાત કરી છે તો મોરીએ કબૂલાત કરી કે લાંચની 50 ટકા રકમ કલેક્ટરને ચૂકવાતી હતી.


