E-Paper
Wednesday, March 11, 2026
E-Paper
HomeGujaratSurendranagar : ધ્રાંગધ્રાના મુખ્ય પ્રવેશ દ્વાર પર મસમોટા ખાડાથી વાહનચાલકો પરેશાન

Surendranagar : ધ્રાંગધ્રાના મુખ્ય પ્રવેશ દ્વાર પર મસમોટા ખાડાથી વાહનચાલકો પરેશાન

ધ્રાંગધ્રા શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર મસમોટા ખાડાઓએ વાહનચાલકો અને રાહદારીઓની હાલત કફોડી કરી દીધી છે. કચ્છ, મોરબી અને હળવદ જેવા મહત્વના શહેરોને જોડતા આ મુખ્ય માર્ગ પર પ્રવેશતા જ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ રોડનું નિર્માણ હજુ થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું, છતાં ટૂંકા ગાળામાં રોડની હાલત દયનીય બની ગઈ છે.ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે, જેના કારણે અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. આ ગંભીર મુદ્દે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં, જવાબદાર વિભાગો એકબીજા પર દોષારોપણ કરીને કામગીરી ટાળી રહ્યા છે. શહેરની છબી ખરડતા આ પ્રવેશ માર્ગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જો વહેલી તકે ખાડા પૂરવામાં નહીં આવે તો મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments