HomeGujaratSurendranagar : ધ્રાંગધ્રાની ફલકુ નદીમાં હજારોની સંખ્યામાં મૃત માછલીઓ મળી

Surendranagar : ધ્રાંગધ્રાની ફલકુ નદીમાં હજારોની સંખ્યામાં મૃત માછલીઓ મળી

ધ્રાંગધ્રા શહેરમાં આવેલ ફલકુ નદીમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા અન્ય સ્થળેથી મૃત માછલીઓને લાવી નદીમાં નાખવામાં આવી હોવાની હાલ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ ઘટનાના કારણે નદી કાંઠાના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગેની સ્થાનિકોને જાણ થતા તાત્કાલિક તંત્રને માહિતગાર કરવામાં આવ્યું હતું. આથી નગરપાલિકા તથા સંબંધિત વિભાગ દ્વારા નદીમાંથી મૃત માછલીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક રહીશોએ આ ઘટનાની ગંભીર તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ ફલકુ નદીના પ્રદૂષણને રોકવા માટે તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments