E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSurendranagar : બિનવારસી પડેલી કાર ખોલી તો દારુનો જથ્થો મળ્યો, 31મી ડિસેમ્બરની...

Surendranagar : બિનવારસી પડેલી કાર ખોલી તો દારુનો જથ્થો મળ્યો, 31મી ડિસેમ્બરની ઉજવણી માટે લવાયો હોવાની આશંકા

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા લીંબડી-રાજકોટ નેશનલ હાઈવે પર એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરીના નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે. વઢવાણ તાલુકાના વસ્તડી ગામની સીમમાંથી બિનવારસી હાલતમાં પડેલી એક શંકાસ્પદ કારમાંથી પોલીસે ઇંગ્લિશ દારૂની કુલ 2020 બોટલો ઝડપી પાડી હતી. પોલીસે દારૂ અને કાર મળીને રૂ. 10.55 લાખનો કુલ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લામાંથી પસાર થતા મુખ્ય માર્ગો પર ઇંગ્લિશ દારૂની હેરાફેરી અને કટિંગના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને બૂટલેગરો દ્વારા 31મી ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને અત્યારથી જ દારૂનો સંગ્રહ કરવામાં આવતો હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ હાઈવે પર પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, લીંબડી-રાજકોટ હાઈવે પર વઢવાણ તાલુકાના વસ્તડી ગામની સીમમાં જોબાના માર્ગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

પોલીસને શંકાસ્પદ હાલતમાં એક બિનવારસી કાર મળી આવી હતી, જેના પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. પોલીસે આ કારની તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં રૂ.5,55,500 ની કિંમતની ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 2020 નાની બોટલ મળી છે. દારૂની કિંમત અને કારની કિંમત રૂ.5 લાખ સહિત કુલ રૂ.10,55,500નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.

જોકે, દારૂની હેરાફેરી કરનાર આરોપી ઘટનાસ્થળે હાજર મળી આવ્યો ન હતો. પોલીસે હાજર નહીં મળી આવેલ કાર ચાલક સહિત તપાસમાં બહાર આવે તેવા તમામ શખ્સો વિરુદ્ધ જોરાવરનગર પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments