HomeGujaratSurendranagar : લીંબડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો

Surendranagar : લીંબડીમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર શખ્સ ઝડપાયો

લીંબડીના વ્યસ્ત ગણાતા આઝાદ ચોક વિસ્તારમાં આવેલી સબર ટ્રાન્સપોર્ટની ઓફિસને નિશાન બનાવી અજાણ્યા શખ્સો રૂ.૧.૮૦ લાખની રોકડ રકમની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ટ્રાન્સપોર્ટના માલિકે લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

પોલીસ ફરિયાદને લઇ લીંબડી પી.આઈ. એ.આર. સહિતના સ્ટાફે તસ્કરોને પકડવા માટે તપાસ હાથ ધરતા  ટ્રાન્સપોર્ટમાં જ મજૂરી કરતા હિતેશ કલ્યાણભાઈ મકવાણાની હિલચાલ શંકાસ્પદ જણાતા તેની કડક પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન હિતેશે કબૂલાત કરી હતી કે તેની બહેનના લગ્ન હોવાથી નાણાંની જરૂરિયાત ઊભી થઈ હતી, જેના કારણે તેણે જ ઓફિસના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ.૪૭,૦૦૦ની રોકડ અને રૂ.૫,૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂ.૫૨,૦૦૦નો મુદ્દામાલ રિકવર કર્યો છે. બાકીની રકમ ક્યાં છુપાવી છે તે અંગે પોલીસ હાલ વધુ તપાસ ચલાવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments