E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSurendranagar : સાયલા નજીક લાકડાની આડમાં રૂ. 49 લાખનો વિદેશી દારૂ ભરેલી...

Surendranagar : સાયલા નજીક લાકડાની આડમાં રૂ. 49 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ

 હોળી-ધૂળેટીના તહેવારોને લક્ષમાં રાખીને બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવાના નવા-નવા પેંતરા રચવામાં આવી રહ્યા છે. આ દરમિયાન સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી)ને મળેલી ચોક્કસ બાતમીના આધારે સાયલા તાલુકાના સામતપર ગામ પાસે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નવા બની રહેલા ટોલ નાકા પાસે લાકડા ભરેલી એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાશી લેતા, તેમાંથી લાકડાની આડમાં છુપાવેલો ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટ્રકમાંથી નાની-મોટી કુલ ૩,૮૧૬ બોટલ (કિં.રૂ.૩૯,૦૯,૫૦૪) ઝડપી પાડી છે. પોલીસે દારૂ, ટ્રક (૧૦ લાખ), મોબાઈલ અને ૧૨૦ મણ લાકડા મળી કુલ રૂ.૪૯,૧૯,૫૦૪નો મુદ્દામાલ સાથે આરીફ મુસાભાઇ લાખા (રહે. ગડુ ગામ, તા. માળીયા હાટીના, જિ.જુનાગઢ) અને ઉમરભાઈ જુસબ લાખા (રહે. જામવાળી ગામ, તા.માંગરોળ, જિ.જુનાગઢ)ની ધરપકડ કરી છે. આ જથ્થો હરિયાણાથી ભરીને જેતપુર પહોંચાડવાનો હતો.

આ ટ્રક હરિયાણાથી રાજસ્થાન અને ગુજરાતના મહેસાણા, બહુચરાજી, વિરમગામ, લખતર, સુરેન્દ્રનગર શહેર પસાર કરીને સાયલા સુધી પહોંચી હતી. જ્યાંથી આગળ જેતપુર પહોંચે તે પહેલા સાયલા ઝડપાઇ ગયો છે. સાયલામાં નવા પીઆઈ ઉપાધ્યાયની નિમણૂક બાદ એલસીબી દ્વારા થયેલી આ બીજી મોટી રેડ છે, જેને પગલે સ્થાનિક પોલીસની કામગીરી અને સતર્કતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. હાલ આ મામલે ઝડપાયેલા બંને શખ્સ, ટ્રકમાં દારૂ ભરી આપનાર તેમજ દારૂનો જથ્થો મંગાવનાર તથા તપાસમાં ખુલે તે તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ચોટીલા પોલીસને સોંપવામાં આવી છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments