E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratSurendranagar : ARTO સુરેન્દ્રનગર દ્વારા ટુ વ્હીલર પ્રકારનાં વાહનો માટે GJ13BN સીરીઝના...

Surendranagar : ARTO સુરેન્દ્રનગર દ્વારા ટુ વ્હીલર પ્રકારનાં વાહનો માટે GJ13BN સીરીઝના ગોલ્ડન/સિલ્વર, અન્ય નંબરો માટે ઈ-ઓકશન યોજાશે

સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબરોની ફાળવણી કરવા માટે ઓનલાઈન ઈ-ઓક્શન પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે.

આ પ્રક્રિયા હેઠળ ટુ-વ્હિલર વાહનોની નવી સીરીઝ GJ13BN ના તમામ નંબરો માટે ઈ-ઓક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જે વાહન માલિકો પોતાના વાહન માટે પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા હોય, તેઓએ સત્તાવાર વેબસાઈટ http://parivahan.gov.in/fancynumber પર ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરીને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે.

ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તા.૦૫/૦૩/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકથી શરૂ થશે અને તા.૧૧/૦૩/૨૦૨૬ના રોજ બપોરે ૦૩:૫૯ કલાક સુધી ચાલશે. ત્યારબાદ, પસંદગીના નંબર માટે હરાજીની પ્રક્રિયા તા.૧૧/૦૩/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકથી શરૂ થઈને તા.૧૩/૦૩/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે પૂર્ણ થશે. વાહન માલિકોએ ખાસ નોંધ લેવી કે, તેઓએ વાહનની વેચાણ તારીખ અથવા વીમા તારીખ, આ બેમાંથી જે વહેલું હોય તે મુજબ દિન-૭ માં રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. જે અરજદારોએ સી.એન.એ. ફોર્મ ભરેલ હોય, તેઓ વાહનની વેચાણ અથવા વીમા તારીખથી ૬૦ દિવસ સુધી ઈ-ઓક્શનમાં ભાગ લેવા માટે અરજી કરી શકશે. નિર્ધારિત સમય મર્યાદા બહારની અરજીઓ આપોઆપ રદ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments