E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratTapi : ભાજપના 41 હોદ્દેદારોએ અમિત પટેલને કોઈ હોદ્દો નહીં આપવા...

Tapi : ભાજપના 41 હોદ્દેદારોએ અમિત પટેલને કોઈ હોદ્દો નહીં આપવા પ્રદેશ પ્રમુખને રજૂઆત કરી

તાપી જિલ્લામાં ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. આદિજાતિ મોરચાના અધ્યક્ષ સામે પ્રદેશમાં રજૂઆત કરવામાં આવી છે. અમિત પટેલને કોઈ હોદ્દો નહીં આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. 41 હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને રજૂઆત કરી છે.તાપી જિલ્લામાં ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે. આદિજાતિ મોરચાના અધ્યક્ષ સામે પ્રદેશમાં રજૂઆત કરવામાં આવી છે. અમિત પટેલને કોઈ હોદ્દો નહીં આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. 41 હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને રજૂઆત કરી છે. કાર્યકર્તાઓને ધમકી આપતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

ગુજરાત ભાજપમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. તાપી જિલ્લા ભાજપમાં આદિજાતી મોરચાના અધ્યક્ષ સામે પ્રદેશ પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે. તાપી જિલ્લા આદિજાતિ મોરચાના અધ્યક્ષ અમિત પટેલ જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી પદના મજબૂત દાવેદાર હોવાનું માનવામાં આવે છે.

તેમના વિરુધ્ધ કાર્યકર્તાઓને એટ્રોસિટી એક્ટ હેઠળ ફસાવી દેવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.જિલ્લાના 41 હોદ્દેદારોએ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને ફરિયાદ કરી છે. અમિત પટેલને કોઈ હોદ્દો નહીં આપવા રજૂઆત કરવામાં આવી છે. તેમનું ધમકી આપતો એક ઓડિયો પણ વાયરલ થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments