E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratTapi News : તાપીના સોનગઢમાં બે સમુદાય વચ્ચે ભારે ધાર્મિક તણાવ, ગીધમાળી...

Tapi News : તાપીના સોનગઢમાં બે સમુદાય વચ્ચે ભારે ધાર્મિક તણાવ, ગીધમાળી ડુંગર પર પૂજા મુદ્દે વિવાદ વણસ્યો

તાપીનો ગીધમાળી ડુંગર પોલીસ છાવણીમાં ફેરવાયો છે અને સોનગઢમાં બે સમુદાય વચ્ચે ભારે ધાર્મિક તણાવ જોવા મળ્યો છે, ગીધમાળી ડુંગર પર પૂજા મુદ્દે ગંભીર વિવાદ થયો છે અને શિવરાત્રિએ પૂજા કરવા જવાના આવેદન બાદ વિવાદ સામે આવ્યો છે.તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાના બંધારપાડા ગામનો ગીધમાળી ડુંગર ફરી વિવાદમાં આવ્યો છે. ડુંગર પર પૂજા કરવા ગયેલા આદિવાસીઓને પોલીસે અટકાવી દેવ બિરસા સેનાના અધ્યક્ષને ડિટેઇન કર્યા છે.

દાવો કરવામાં આવ્યો છે કે આદિવાસીઓ આદિકાળથી દર વર્ષે પકવેલું અનાજ આ ગીધમાળી ડુંગર પર કણી કંસરીની પૂજા કરી ચઢાવે છે ત્યારબાદમાં ઉપયોગમાં લેતા આવ્યા છે ત્યારે કેટલાક સમય પહેલા આ ડુંગર પર ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મરિયમ માતાનું મંદિર બનાવી દેતા પરંપરાગત કણી કંસરીની પૂજા અટકવા પામી છે.

ત્યારે દેવ બિરસા સેના દ્વારા આજે ગીધમાળી ડુંગર પર હિજારી (એક ટોપલીમાં પકવેલું અનાજ અને પૂજાની સામગ્રી) લઈને ગીધમાળી આયા ડુંગર પર જવા આહવાન કર્યું હતું. જો કે પોલીસે આ ગીધમાળી ડુંગરને ચુસ્તબંદોબસ્ત સાથે અભેદ કિલ્લામાં દેવી દીધું હતું. અને દેવ બિરસા સેનાના કાર્યકરોને જતા અટકાવ્યા હતા. જો કે આદિકાળથી પૂર્વજો દ્વારા આ ડુંગર પર કરાતી પૂજા અટકતા અને ખ્રિસ્તીઓ દ્વારા મારિયમ માતાનું મંદિર બનાવી દેતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments