HomeTop NewsTop News : ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભયંકર હુમલો, સમગ્ર...

Top News : ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભયંકર હુમલો, સમગ્ર વિસ્તારમાં હડકંપ

અમેરિકા-ઈઝરાયલે યુદ્ધના આજે 22માં દિવસે ઈરાન પર બોંબમારો કરીને ભયંકર તબાહી મચાવી છે. રિપોર્ટ મુજબ ઈરાનના સૌથી સુરક્ષિત અને અતિસંવેદનશીલ કહેવાતા નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ પર ભીષણ હુમલો થયો છે, જેના કારણે આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો છે અને તાત્કાલીક ઈરાની અધિકારીઓ પણ ઘટનાસ્થલે દોડી આવ્યા છે.

ઈરાની મીડિયાના અહેવાલો મુજબ, અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના નતાંજ સંવર્ધન પ્લાન્ટ પર હુમલો કર્યો છે. હુમલો એટલો ભયાનક હતો કે વિસ્ફોટનો અવાજ દૂર દૂરના વિસ્તારો સુધી સંભળાયો છે. ઘટનાસ્થળે દોડી આવેલા ઈરાની અધિકારીઓએ તાત્કાલીક તપાસ શરૂ કરી દીધી છે, જેમાં કોઈપણ પ્રકારનું રેડિએશન ફેલાયું ન હોવાની પુષ્ટી થતા મોટી રાહત થઈ છે. એટલે કે પરમાણુ કચરો ફેલાવાનો જે ડર હતો તે ટળી ગયો છે.

ઈરાને દાવો કર્યો છે કે, વિસ્ફોટ છતાં આસપાસના રહેણાં વિસ્તારોમાં રહેનારા લોકો સંપૂર્ણ સુરક્ષિત છે. આ હુમલો અમેરિકા-ઈઝરાયલ દ્વારા ચાલી રહેલા અભિયાન હેઠળ કરાયો હોવાનો ઈરાની સરકારે દાવો કર્યો છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવાના અને નષ્ટ કરવાના ઈરાદાથી આ બોંબમારો કરાયો છે.

દુશ્મન દેશો ઈરાનના નતાંજ ન્યૂક્લિયર પ્લાન્ટ વારંવાર ટાર્ગેટ કરી રહ્યા છે. વર્ષ 2025થી અત્યાર સુધીમાં પ્લાન્ટ પર અનેક વાર હુમલા કરવામાં આવ્યા છે. દર વખતે તેના માળખા અને મશીનોનો નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરાયા છે. જોકે રાહતની વાત એ છે કે, હુમલાઓ છતાં પર્યાવરણને કોઈ મોટું નુકસાન થયું નથી.

જૂન-2025માં ઈઝરાયલ અને ઈરાન વચ્ચે 12 દિવસ ભીષણ યુદ્ધ ચાલ્યું હતું. આ દરમિયાન નતાંજ પ્લાન્ટ જ મુખ્ય ટાર્ગેટ પર હતું. આ યુદ્ધમાં અમેરિકા સીધું જ કૂદી પડ્યું હતું. હવે ફરી તે જ સ્થળ પર હુમલો કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments