HomeTop NewsTop News : પ્રીમિયમ પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG પણ થયું મોંઘું, ખાનગી...

Top News : પ્રીમિયમ પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNG પણ થયું મોંઘું, ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો

અહેવાલ : ( રવિકુમાર કાયસ્થ ) સામાન્ય જનતા પર ફરી એકવાર મોંઘવારીનો બોજ વધ્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા અમદાવાદમાં CNGના ભાવમાં પ્રતિ કિલોએ 1.50 રૂ.નો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા વધારા બાદ હવે શહેરમાં CNGનો છૂટક ભાવ 83.77 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.

2026માં ત્રીજી વખત ફેરફાર

વર્ષ 2026ની શરૂઆતમાં અદાણીએ ભાવમાં થોડી રાહત આપી હતી, પરંતુ ત્યારબાદ ટૂંકા ગાળામાં સતત બે વાર ભાવ વધારવામાં આવ્યા છે. આમ, ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ભાવમાં કુલ રૂ.2.00નો વધારો થઈ ચૂક્યો છે, જે જાન્યુઆરીમાં અપાયેલી રાહત કરતાં પણ વધારે છે.

1 જાન્યુઆરી, 2026: રૂ. 1.21નો ઘટાડો (રાહત)

7 ફેબ્રુઆરી, 2026: રૂ. 0.50નો વધારો2 એપ્રિલ, 2026: રૂ. 1.50નો વધારો

કોને પડશે સૌથી વધુ અસર?

CNGના ભાવમાં થયેલા આ વધારાને કારણે મધ્યમ વર્ગ અને પરિવહન ક્ષેત્ર પર સીધી અસર પડશે. રિક્ષા ચાલકોના રોજના ખર્ચમાં વધારો થતાં આવક પર કાતર ફરશે અથવા તો તેઓ ભાડું વધારશે તો સામાન્ય નાગરિકોને અસર પડશે. ટેક્સી અને કેબ ઓપરેટર્સને ઓપરેશનલ કોસ્ટ વધવાથી ભાડામાં વધારો થવાની શક્યતા છે. સામાન્ય વાહન ચાલકોને ખાનગી વાહન લઈને ઑફિસ કે કામ અર્થે જનારા નાગરિકોનું બજેટ ખોરવાશે.

પેટ્રોલ-ડીઝલમાં પણ મોટો વધારો

1 એપ્રિલથી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારાના વલણ વચ્ચે CNGનો આ ભાવ વધારો અમદાવાદીઓની કમર તોડનારો સાબિત થશે. આગામી દિવસોમાં રિક્ષા કે ટેક્સીના ભાડામાં વધારો થાય તેવી પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. હાલ તો વિધાનસભા ચૂંટણી હોવાના કારણે પેટ્રોલ-ડીઝલ પણ રોકાયેલું છે પરંતુ આ ચૂંટણીઓ પૂર્ણ થયે તેમાં પણ મોટો વધારો રાહ જોઈ રહ્યો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments