HomeTop NewsTop News : પ્રીમિયમ પેટ્રોલ બાદ ઈન્ડસ્ટ્રીયલ ડીઝલ પણ થયું મોંઘું, એકઝાટકે...

Top News : પ્રીમિયમ પેટ્રોલ બાદ ઈન્ડસ્ટ્રીયલ ડીઝલ પણ થયું મોંઘું, એકઝાટકે 22 રૂપિયાનો વધારો!

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વભરમાં ઓઈલ અને ગેસને લઈને ચિંતા વધી છે. એવામાં ભારતમાં પ્રીમિયમ પેટ્રોલ અને ઈન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. ભારતની ઓઈલ કંપનીઓએ ભારતમાં ઈન્ડસ્ટ્રીયલ ડીઝલના ભાવમાં 22 રૂપિયાનો વધારો કર્યો છે.

ઇન્ડસ્ટ્રિયલ ડીઝલનો ભાવ રૂ. 87.57થી વધીને રૂ. 109.59 થઈ ગયો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ ઇન્ડસ્ટ્રિયલ ડીઝલની કિંમત રૂ. 87.67 થી વધારીને રૂ. 109.59 પ્રતિ લિટર કરી દીધી છે. આ ભાવ વધારાની સીધી અસર ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ અને વીજ ઉત્પાદન ખર્ચ પર પડશે. જેના કારણે મોંઘવારી વધશે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સાં પર પડશે.

ઇન્ડસ્ટ્રિયલ ડીઝલનો ઉપયોગ સામાન્ય ગાડીઓમાં નહીં, પરંતુ ફેક્ટરીઓ અને કારખાનાઓમાં ઔદ્યોગિક કામો માટે કરવામાં આવે છે. તેને ઇન્ડસ્ટ્રિયલ અથવા બલ્ક ડીઝલ તરીકે વેચવામાં આવે છે. આ ડીઝલ પર કોઈ સબસિડી હોતી નથી. ફેક્ટરીઓ, શોપિંગ મોલ્સ, ડેટા સેન્ટર્સ અને તે મોટી બિલ્ડિંગો જે વીજળી જવા પર મોટા જનરેટર પર ચાલે છે, ત્યાં ઇન્ડસ્ટ્રિયલ ડીઝલનો ઉપયોગ થાય છે. આ સિવાય JCB, બુલડોઝર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં વપરાતી હેવી મશીનોમાં પણ તેનો ઉપયોગ થાય છે.

જોકે ઇન્ડસ્ટ્રિયલ ડીઝલનો ઉપયોગ સામાન્ય ગાડીઓમાં નથી થતો, પરંતુ તેના ભાવ વધારાની અસર સામાન્ય જીવન પર ચોક્કસ જોવા મળશે, કારણ કે તેનાથી કંપનીઓનો ખર્ચ વધશે અને તેનો બોજ ગ્રાહકો પર નાખવામાં આવી શકે છે.

ભારતમાં 20 માર્ચ, 2026 થી પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં વધારો થયો છે. તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, BPCL ના ‘Speed’, HPCL ના ‘Power’ અને IOCL ના ‘XP95’ પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૂ. 2.09 થી રૂ. 2.35 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જોકે, હાલના તબક્કે સામાન્ય (Regular) પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગયા છે. સાથે સાથે ડોલર સામે રૂપિયા ઓલ ટાઈમ લો પર લેવલ પર ટ્રેડ કરી રહ્યો છે. ભારતની ઓઈલ કંપનીઓ માટે આયાત મોંઘી બની છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments