E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeTop NewsTop News : ભરૂચ જિલ્લામાં ભૂકંપનો હળવો આંચકો: જંબુસર નજીક કેન્દ્રબિંદુ સાથે...

Top News : ભરૂચ જિલ્લામાં ભૂકંપનો હળવો આંચકો: જંબુસર નજીક કેન્દ્રબિંદુ સાથે ૨. ૮ની તીવ્રતા નોંધાઈ

ભરૂચ જિલ્લાના જંબુસર અને તેની આસપાસના વિસ્તારોમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

સિસ્મોલોજીકલ વિભાગના જણાવ્યા અનુસાર, વહેલી સવારે ૪:૫૬ કલાકે અનુભવાયેલા આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૮ માપવામાં આવી હતી અને તેનું કેન્દ્રબિંદુ ભરૂચથી આશરે ૪૫ કિલોમીટર દૂર જંબુસર નજીક નોંધાયું હતું. વહેલી સવારે જ્યારે લોકો ગાઢ નિદ્રામાં હતા ત્યારે આવેલા આ આંચકાને કારણે કેટલાક નાગરિકો જાગી ગયા હતા અને સાવચેતીના ભાગરૂપે ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, ભૂકંપની તીવ્રતા ઓછી હોવાના કારણે સદનસીબે કોઈ જાનમાલનું નુકસાન કે મિલકતને હાનિ પહોંચ્યાના અહેવાલ નથી. જિલ્લા પ્રશાસન દ્વારા પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે અને નાગરિકોને ગભરાયા વગર અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments