E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeIndiaup : ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં મોટો માર્ગ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત

up : ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં મોટો માર્ગ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે જ મોત

ઉત્તરપ્રદેશના ચિત્રકૂટમાં એક ગોઝારો રોડ અકસ્માત સર્જાયો છે. લગ્નમાં જઈ રહેલી એક પીકઅપ ગાડી સામેથી આવી રહેલા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ છે. આ અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત થયા છે અને લગભગ 6 લોકો ઘાયલ થયા હોવાની જાણકારી મળી રહી છે. ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો છે અને સમગ્ર ઘટના મામલે તપાસ શરૂ કરી દીધી છે. ચિત્રકૂટના ઝાંસી-મિર્ઝાપુર નેશનલ હાઈવે પર રેપુરાના ભરવારાની પાસે પિકઅપ ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સામેથી આવી રહેલા ટ્રેલર સાથે પિકઅપ ગાડી અથડાઈ હતી. જેમાં 5 લોકોએ ઘટના સ્થળે જ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ઘાયલ થયેલા લોકોની સારવાર હાલમાં ચાલી રહી છે.

મઉ તાલુકા વિસ્તારના બલ્હોરા ગામના નિવાસી ચંદ્ર બાબૂના પુત્ર મુન્નાની જાન કાલિંઝર જવાની હતી, તે દરમિયાન હાઈવે પર આ દુર્ઘટનામાં 5 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને અન્ય ઘણા લોકો ઘાયલ પણ થયા છે. લગ્નમાં શરણાઈ વગાડવા જઈ રહેલા કલાકારોનું રસ્તામાં જ મોત થયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments