E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeIndiaUp : ભાજપના કદાવર નેતા સ્ટેજ પર ગુલાંટ ખાઈ ગયા, એક સમયે...

Up : ભાજપના કદાવર નેતા સ્ટેજ પર ગુલાંટ ખાઈ ગયા, એક સમયે જાતીય સતામણીનો લાગ્યો હતો આરોપ

ઉત્તર પ્રદેશ ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહ અચાનક જ મંચ પર ઉંધા માટે પટકાયા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન પાસે ઉભેલા સુરક્ષાકર્મીઓએ તેમણે બચાવવાની કોશિશ કરી હતી પરંતુ તેમણે પડતાં બચાવી શક્યા ન હતા. વીડિયો 8 જાન્યુઆરીનો હોવાનું જણાઈ આવે છે જ્યારે બ્રિજ ભૂષણનો 69માં જન્મ દિવસ હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે બૃજભૂષણ શરણ સિંહની પાછળ સુરક્ષાકર્મીઓ ઉભેલા છે, તે ધીમે ધીમે મંચ પર ચઢવાનો પ્રયાસ કરે છે તેવામાં અચાનક જ સંતુલન ખોરવાઇ જાય છે અને મંચની બીજી તરફ ઊંધા માટે ગુલાંટ મારી જાય છે. થોડી ક્ષણો માટે હાજર લોકો અને સુરક્ષા જવાનો હક્કા બક્કા થઈ જાય છે. પરંતુ બૃજભૂષણ શરણ સિંહ પડ્યા બાદ લોકોને જોઈને હસવા લાગે છે.

ઉત્તર પ્રદેશના ગૌડામાં આવેલા નંદની નગરમાં આઠ દિવસીય રાષ્ટ્ર કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંત ઋતેશ્વર મહારાજે લોકોને રાષ્ટ્ર કથાનું રસપાન કરાવ્યું હતું. 8 જાન્યુઆરીના રોજ કથાની પૂર્ણાહુતિ હતી તે જ દિવસે ભાજપના પૂર્વ સાંસદ બૃજભૂષણ શરણ સિંહનો 69મો જન્મ દિવસ પણ હતો. તે રાષ્ટ્ર કથાના મુખ્ય આયોજક હતા.

બૃજભૂષણ શરણ સિંહ 2011 થી રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ હતા આ ઉપરાંત તે ઉત્તર પ્રદેશના કૈસરગંજના બીજેપી પૂર્વ સાંસદ પણ છે. બૃજભૂષણ શરણ સિંહ પર કેટલીક મહિલા ખેલાડીઓએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો અને તે પછી બૃજભૂષણે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક સહિત ઘણા કુસ્તીબાજોએ જંતર-મંતર પર વિરોધ પણ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments