E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeIndiaUP : 65 વર્ષની ગર્લફ્રેન્ડે શારિરીક સંબંધની ના કહેતા BFનો પિત્તો ગયો..પછી...

UP : 65 વર્ષની ગર્લફ્રેન્ડે શારિરીક સંબંધની ના કહેતા BFનો પિત્તો ગયો..પછી કર્યુ એવુ..કે

ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 45 વર્ષીય વ્યક્તિએ તેની 65 વર્ષીય પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરી નાખી. આ મામલે પોલીસે આરોપીને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે. હત્યા કરવા પાછળનું કારણ શું છે આવો જાણીએ.આ ઘટના સરાય અકિલ પોલીસ સ્ટેશન વિસ્તારના બારાય ગામની છે. પોલીસે જણાવ્યું હતું કે – 25 મેના રોજ 65 વર્ષીય સવારી દેવી તેમના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેના ગળામાં કાપડનો ટુકડો બાંધેલો હતો અને તેના કપડાં વિખરાયેલા હતા.

જો કે પોલીસે સઘન તપાસ બાદ તેના ગામના જ દિનેશ કુમાર સેનની ધરપકડ કરી હતી. અધિક પોલીસ અધિક્ષક રાજેશ કુમાર સિંહે જણાવ્યું હતું કે પોલીસ પૂછપરછ દરમિયાન દિનેશે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેણે જણાવ્યું હતું કે સવારી દેવીને કોઈ સંતાન નહોતું. લગ્નના 6-7 વર્ષ પછી તેના પતિએ તેને છોડી દીધી હતી. એએસપીએ જણાવ્યું હતું કે તે તેના સાસરિયાના ઘરમાં એક અલગ માટીના ઘરમાં એકલી રહેતી હતી.

આરોપી દિનેશે તેઓના સંબંધ વિશે ખુલાસો કરતા કહ્યું કે દિનેશ તેમને દૂધ અને અન્ય જરૂરી વસ્તુઓ પહોંચાડતો હતો. સમય જતાં બંને વચ્ચે અફેર શરૂ થયું. પછી તેમના શારીરિક સંબંધો પણ બંધાયા. દિનેશે પોલીસને જણાવ્યું – હું અને સવારી દેવી ઘણીવાર રાત્રે ફોન પર વાત કરતા હતા. ક્યારેક હું મોડી રાત્રે તેના ઘરે પણ જતો. 23 મેની રાત્રે લગભગ 10 વાગ્યે તેની સાથે ફોન પર વાત કર્યા પછી હું તે તેના ઘરે ગયો અને તેને શારીરિક સંબંધ બનાવવા કહ્યું. પરંતુ સવારી દેવીએ ખરાબ તબિયતનું કારણ આપીને ના પાડી દીધી. મને લાગ્યું કે તે કોઈ બહાનું બનાવી રહી છે.

આરોપી દિનેશે વધુમાં કહ્યું કે હું તેની સાથે શારિરીક સંબંધ બનાવવા માંગતો હતો. તેણે ના કહી પણ મે દબાણ કર્યુ એટલે તેણે મને ધક્કો માર્યો. મને ગુસ્સો આવી ગયો અને મે કપડાથી તેનુ ગળુ દબાવી દીધું. દિનેશે આરોપોમાંથી બચવા પ્રેમિકાનો ફોન લઇને ગટરમાં ફેંકી દીધો. પોલીસે હાલ આ મામલે દિનેશની ધરપકડ કરીને જેલના હવાલે કરી દીધો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments