E-Paper
Saturday, June 7, 2025
E-Paper
HomeIndiaup : Hardoi જાનૈયાઓની ગાડીને નડ્યો અકસ્માત, એક બાળક સહિત 5નાં મોત

up : Hardoi જાનૈયાઓની ગાડીને નડ્યો અકસ્માત, એક બાળક સહિત 5નાં મોત

ઉત્તર પ્રદેશના હરદોઈના માજિલા વિસ્તારમાં આલમનગર રોડ પર એક ઝડપી ગતિએ આવતી ટેમ્પો ટ્રાવેલરે કાબુ ગુમાવી દીધો હતો અને ખાડામાં પલટી ગયુ હતુ. ગાડીમાં સવાર 11 જાનૈયાઓ ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે તમામ ઘાયલોને CHC મોકલ્યા જ્યાં ડોક્ટરોએ એક બાળક સહિત પાંચ લોકોને મૃત જાહેર કર્યા. પ્રાથમિક સારવાર બાદ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

જાન લઇને જતી ગાડીને અકસ્માત નડ્યો હતો, ફૂલ સ્પીડમાં આવતી કારે કાબુ ગુમાવી દેતા કાર ઉલ્ટી થઇ અને ખાડામાં ખાબકી હતી. મળતી માહિતી મુજબ, પાલી પોલીસ સ્ટેશન વિસ્તારના પટિયાનીમ ગામના રહેવાસી જાનમાં જઇને પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માતનો ભોગ બન્યા અને ખુશીનો પ્રસંગ માતમમા ફેરવાઇ ગયો. અકસ્માત સમયે રસ્તાઓ પર ચીચીયારી મચી ગઇ હતી. એક બાળક સહિત પાંચ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

આલમનગર રોડ પર ફત્તેપુર ગાઝી નજીક એક ઝડપી ગતિએ આવતી કાર કાબુ ગુમાવી બેઠી અને ખાડામાં પલટી ગઈ. આ અકસ્માતમાં બધા ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને એમ્બ્યુલન્સમાં તમામ ઘાયલોને CHC મોકલ્યા, જ્યાં ડોક્ટરે જીતેન્દ્ર, આકાશ, સિદ્ધાર્થ, જૌહરી અને રામુને મૃત જાહેર કર્યા.

પ્રાથમિક સારવાર બાદ ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. માહિતી મળતાં ત્યાં પહોંચેલા પરિવારના સભ્યો રડી રહ્યા હતા. CO અનુજ મિશ્રાએ જણાવ્યું કે 5 લોકોના મોત થયા છે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, ઘટનાની તપાસ ચાલી રહી છે.આ અકસ્માત માજીલા પોલીસ સ્ટેશન વિસ્તારના ભૂપ્પા પૂર્વા વળાંક પાસે થયો હતો. પાલીના પટિયાનીમના નીરજની જાન કુસુમા ગામમાં ગઈ હતી. સીઓ શાહબાદ અનુજ મિશ્રાએ જણાવ્યું હતું કે લગ્નમાંથી પરત ફરતી વખતે ગાડીઅકસ્માતનો ભોગ બની હતી. આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments