સંભલના ISP કેકે બિશ્નોઈ અને બરેલીના ASP અંશિકા વર્માના રિંગ સેરેમનીનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ.રિંગ સેરેમનીમાં’ચલ પ્યાર કરેગી’સોંગ પર કર્યો ડાન્સ.જેમાં કેકે બિશ્નોઈએ અંશિકાને પોતાન હાથમાં ઉપાડી બન્યા રોમેન્ટિક.
ઉત્તર પ્રદેશના પ્રખ્યાત IPS કપલે ગુરુવારે યોજાયેલી રિંગ સેરેમની દરમિયાન બંનેએ પરંપરાગત રીતે વીંટીઓનું વિનિમય કર્યું.આ ક્ષણ દરમિયાન બંનેની ખુશી અને લાગણી સ્પષ્ટ જોવા મળી હતી.’ચલ પ્યાર કરેગી’ પર ડાન્સ કરીને લોકોના દિલ જીતી લીધા.આ કપલ 29 માર્ચના બાડમેરમાં જઈને કરશે લગ્ન.સૌપ્રથમ કે.કે.બિશ્નોઈએ અંશિકા વર્માની આંગળી પર વીંટી પહેરાવી, ત્યારબાદ અંશિકાએ તેમની આંગળી પર વીંટી પહેરાવી હતી.
આ કપલે બોલીવૂડના ગીત પર ડાન્સ કર્યો હતો તે પલે લોકોના દિલ જીતી લીધા હતા.ડાન્સ દરમિયાન કેકે બિશ્નોઈએ અચાનક જ અંશિકા વર્માને પોતાના હાથમાં ઉંચકી લીધી. જે દૃશ્યો લોકોનો ઉત્સાહ વધાર્યો હતો અને તાળીઓના ગડગડાટ વચ્ચે આ પળ સોશિયલ મીડિયા પર સૌથી વધુ વાયરલ બની છે.

રાત્રીના સમયે યોજાયેલા સમારોહમાં બંને અધિકારીઓ ખૂબ જ સ્ટાઈલિશ અંદાજમાં જોવા મળ્યા હતા.કેકે બિશ્નોઈ બ્લેક ગોગલ્સ સાથે અટ્રેક્ટિવ ડ્રેસમાં જોવા મળ્યા હતા.જ્યારે અંશિકા વર્મા પણ પોતાના પોશાકમાં ખૂબ જ આકર્ષક લાગી રહ્યા હતા.બંનેની કેમેસ્ટ્રી લોકોને ખુબ જ પસંદ આવી.
આ કાર્યક્રમમાં પરિવારજનો,નજીકના સગા-સંબંધીઓ અને ખાસ મહેમાનો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમમાં રાજકીય અને સ્થાનિક પ્રશાસનના અનેક લોકો પણ જોડાયા હતા.મહેમાનોએ આ કાર્યક્રમને ખુબજ એન્જોય કર્યો હતો. અને સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા પર થયો હતો વાયરલ.લોકોને ખુબજ સારી સારી કમેન્ટ કરી હતી.ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં તેમની સાદગીને લોકોએ પ્રેરણાદાયક ગણાવી હતી.
આ કપલ 29 માર્ચના બાડમેરમાં લગ્નના બંધનમાં બંધાશે.તે પહેલાં હલ્દી અને સંગીત સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે.ત્યારબાદ 30 માર્ચના જોધપુરમાં ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.કેકે બિશ્નોઈ અને અંશિકા વર્મા બંને પોતાના કામમાં કડક અને જવાબદાર અધિકારીઓ તરીકે જાણીતા છે. હવેથી તેમના જીવનનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે, જેને લઈને પરિવાર અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


