વડાલી નગરના માણેકચોક વિસ્તાર પાસે આવેલ શ્યામ સુંદર મંદિરના પાટોત્સવ પ્રસંગે મહાપૂજા સહિત યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્યામ સુંદરનો પાટોત્સવ ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જેમાં યસ દવે, રમીલાબેન સોની, પ્રવિણાબેન સોની તથા ભક્તોએ ભાગ લીધો હતો. પાટોત્સવને સફ્ળ બનાવવા પંકજભાઈ સુથાર, મિલનભાઈ સોની, મનોજભાઈ સોની, પ્રજ્ઞેશભાઈ સુખડિયા રાજુભાઈ સોની, કમલેશભાઈ સુથાર સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. પાટોત્સવ પ્રસંગે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.



