વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના નાનકડા ગામ ગોરસણ ની સીતા તલાવડી પાસે આવેલ ખેતરમાં મકાન બનાવી ને રહેતા ખેડૂત હિતેશભાઈ કિરીટભાઇ પરમાર ના પત્ની નામે જલ્પા બેન ઉ વર્ષ ૨૮ કે જેઓ પોતાના ઢોર ઢાખર માટે ઘાસચારો લેવા ખેતરમાં જતી વેળાએ હાઇ પાવર વિજળી નો વાવાઝોડા માં તુટી ને પડ્યો હતો જેની ખબર જલ્પા બેન ન હતી ચાલુ વિજ પ્રવાહ ના વાયર જલ્પા બેન અડી જતાં ત્યાં જ ઢળી પડ્યા .
જ્યારે ઘરે પતિદેવ હિતેશભાઈ પત્ની જલ્પા બેન ની રાહ જોઈ રહ્યા હતા જલ્પા બેન ને ખેતર થી આવવા માં મોડું થતાં જ પતિ હિતેશ ખેતર તરફ ની વાટ પકડી ત્યાં જઈને જોયું તો જલ્પા બેન વિજળી થાંભલા નજીક બેભાન હાલતમાં પડ્યા હતા જેથી જલ્પા બેન ને હાથ પકડવા જતાં પતિ હિતેશ ને પણ વિજ કરંટ લાગતા તેમણે બુમાબુમ કરતા આજુબાજુ ના ગ્રામ જનો દોડી આવી ને ગામનો વિજ પુરવઠો બંધ કરાવીને જલ્પા બેન નું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હોવાથી ડેસર ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને હિતેશભાઈ ને ઉમરેઠ ખાતે આવેલા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડીને ડેસર પોલીસે અકસ્માત મોત નો ગુન્હો નોંધી ને આગળ તપાસ હાથ ધરી છે મોત ને ભેટનાર બે સંતાનો પૈકી દિકરી માહિ ઉ વર્ષ ૫ અને દિકરો સિધ્ધરાજ ઉ વર્ષ ૭ ડેસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ભારે રોકકળ થી વાતાવરણ ગમગીન બનવા પામ્યું હતું મધ્ય ગુજરાત વીજ કંપનીના માણસો ઘટના સ્થળે પહોંચી ને રીપેરીંગ ની કામગીરી આરંભી છે