E-Paper
Thursday, March 12, 2026
E-Paper
HomeGujaratVadodara : કાર ભાડે રાખી વગે કરી દેતો ભેજાબાજ પકડાયો, 11 કાર...

Vadodara : કાર ભાડે રાખી વગે કરી દેતો ભેજાબાજ પકડાયો, 11 કાર ફટકારી મારી

કાર ભાડે રાખ્યા બાદ પરત નહિ કરતા ભેજાબાજને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હાલોલ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

આજવારોડના કમલાનગર ખાતેથી પોલીસે અરવિંદ ઉર્ફે કરણ રમણભાઇ વાદી (મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ,કંજરી રોડ,હાલોલ હાલ રહે.વુડાના મકાનમાં,તરસાલી, વડોદરા)ને ઝડપી પાડી પૂછપરછ કરતાં રૃ.૩૦ હજારના માસિક ભાડેથી લીધેલી કાર પરત નહિ કરવા બદલ હાલોલ ખાતે નોંધાયેલા ગુનામાં પોલીસ શોધી રહી હોવાની વિગતો ખૂલી હતી.

પોલીસે હાલોલ પોલીસનો સંપર્ક કરી તપાસ કરતાં અરવિંદ વાદી કાર વગે કરવામાં પાવરધો હોવાનું જાણવા મળ્યું હતું.અરવિંદે એક-બે નહિં પણ ૧૧ કાર આવી રીતે ભાડે રાખ્યા બાદ પરત નહિ કરી હોવાની વિગતો જાણવા મળી હતી.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજા અને ટીમની તપાસમાં અરવિંદ સામે અગાઉ ખંડણી,વ્યાજ,મારામારી અને જુગાર જેવા ગુનાઓ પણ નોંધાયેલા હોવાની વિગતો ખૂલી હતી.જેથી હાલોલ પોલીસ દ્વારા હવે ધરપકડ તેમજ રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવશે.પોલીસની તપાસ બાદ ભાડે લીધેલી કાર ક્યાં છે અને કેવી રીતે વગે કરી છે તેની વિગતો ખૂલશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments