E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : કિર્તિસ્તંભ ગૌરવ સાડી દોડનું કરાયું આયોજન, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે...

Vadodara : કિર્તિસ્તંભ ગૌરવ સાડી દોડનું કરાયું આયોજન, ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સાડી પહેરી દોડી મહિલાઓ

ગૌરવ સાડી દોડ માત્ર એક રમતગમતની ઇવેન્ટ નહીં, પરંતુ નારી શક્તિ અને ભારતીય વસ્ત્ર પરિધાનના મહત્ત્વને દર્શાવતો એક સાંસ્કૃતિક મહાકુંભ બની રહ્યો હતો.

ભારતની સાંસ્કૃતિક વિરાસત અને મહિલા ગૌરવને ઉજાગર કરતા એક અનોખા આયોજનના ભાગરૂપે, વડોદરાના કિર્તિસ્તંભ ખાતેથી ભવ્ય ‘ગૌરવ સાડી દોડ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં શહેરીજનો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો, જેમાં અંદાજે 3 હજારથી વધુ યુવતીઓ અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભારતીય સંસ્કૃતિની પરંપરાને અનુરૂપ, દોડમાં ભાગ લેનાર તમામ મહિલાઓ અને યુવતીઓ રંગબેરંગી સાડીઓમાં સજ્જ થઈને જોડાયા હતા.

ગૌરવ સાડી દોડ માત્ર એક રમતગમતની ઇવેન્ટ નહીં, પરંતુ નારી શક્તિ અને ભારતીય વસ્ત્ર પરિધાનના મહત્ત્વને દર્શાવતો એક સાંસ્કૃતિક મહાકુંભ બની રહ્યો હતો. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમને રાજવી પરિવારના સભ્યો, પોલીસ અધિકારીઓ અને શહેરના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફ્લેગઓફ કરવામાં આવ્યું હતું. રાજમાતા શુભાંગીનીદેવી ગાયકવાડ, અધિક પોલીસ કમિશનર લીના પાટીલ, વડોદરા મેરથોનના ચેરપર્સન તેજલ અમીન, શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, અને મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના હસ્તે દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય બાબત છે કે, આ સમગ્ર ગૌરવ સાડી દોડને પોલીસની સી ટીમે લીડ કરી હતી, જેણે મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. દોડના આયોજનને ધ્યાનમાં રાખીને, સમગ્ર રૂટ પર કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સુવ્યવસ્થિત બંદોબસ્તને કારણે સમગ્ર દોડ નિર્ધારિત સમય અને રૂટ મુજબ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. વડોદરાની મહિલાઓએ આ ઇવેન્ટ દ્વારા પરંપરા અને આધુનિકતાનું સુંદર મિશ્રણ રજૂ કર્યું હતું, જે અન્ય શહેરો માટે પ્રેરણારૂપ બન્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments