E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodara​Vadodara : ખાખી પર ડ્રગ્સનો ડાઘ: વડોદરા SOGનો ASI હેરોઈન કાંડમાં પકડાયો,...

​Vadodara : ખાખી પર ડ્રગ્સનો ડાઘ: વડોદરા SOGનો ASI હેરોઈન કાંડમાં પકડાયો, SMCએ ₹૪૮ લાખના ડ્રગ્સ કેસમાં કરી ધરપકડ

રાજ્યના સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) એ વડોદરા પોલીસ બેડામાં ચાલી રહેલા ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કરી એક એ.એસ.આઈ. (ASI) ની ધરપકડ કરતા ચકચાર મચી ગઈ છે. વડોદરા રેલ્વે સ્ટેશન પરથી અગાઉ ₹૪૮ લાખના હેરોઈન સાથે ઝડપાયેલા આરોપી અમરીકસિંધ ઉર્ફે સોનુ મલ્હીની તપાસમાં વડોદરા શહેર SOG બ્રાન્ચમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. લક્ષ્મીકાંત ભીખુભાઈ દેસાઈની સીધી સંડોવણી ખુલતા પોલીસે તેમની કાયદેસર અટકાયત કરી છે.


​તપાસની વિગત મુજબ, હેરોઈન સાથે પકડાયેલા આરોપી સોનુ મલ્હી અને એ.એસ.આઈ. લક્ષ્મીકાંત દેસાઈ વચ્ચે ગુનાહિત કનેક્શન હોવાના મજબૂત પુરાવા SMCને હાથ લાગ્યા છે. આરોપી પોલીસ કર્મચારી પાસેથી આઈફોન-૧૪ પ્રો સહિત કુલ ૩ મોબાઈલ ફોન તપાસ અર્થે જપ્ત કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વિગત એ છે કે, આ એ.એસ.આઈ. અગાઉ વડોદરા ડી.સી.બી.માં હતો ત્યારે પણ અસામાજિક પ્રવૃત્તિઓના વહીવટના આક્ષેપોને કારણે ગાંધીધામ ખાતે બદલી કરવામાં આવ્યો હતો.
​સ્ટેટ મોનીટરીંગ સેલના પો.સ.ઈ. ડી.એ. તુવરે આરોપીના પોલીસ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ખાખીની આડમાં ડ્રગ્સના સોદાગરોને રક્ષણ આપતા આ પોલીસકર્મીની ધરપકડથી અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. ડ્રગ્સ સપ્લાય નેટવર્કમાં અન્ય કોઈ પોલીસકર્મી કે વ્યક્તિ સામેલ છે કે કેમ તે દિશામાં હાલ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments