ડભોઇ તાલુકામાં 28 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મૂરતિયાઓની જરૂરી કાગળો માટે ભારે દોડધામ ઉમેદવારો હાલ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભરવામાં વ્યસ્ત ડભોઈ તાલુકામાં 28ગ્રામ પંચાયતોની 22 જૂનના રોજ ચૂંટણીઓ યોજાનારી છે.ત્યારે તેને લઈ ઉમેદવારોની પસંદગી ઉમેદવારી પત્રો ભરવા ને લઈ તડામારી જરૂરી કાગળો કઢાવવા રેવન્યુ તેમજ પોલીસ મથકમાં દોડાદોડી થતી જોવા મળી રહી છે. 22 જૂનના રોજ ડભોઈ તાલુકા માં 28 ગ્રામ પંચાયતોની યોજનારી ચૂંટણીઓને લઈ તંત્ર દ્વારાતોચૂંટણી નું મિશન પૂર્ણ કરવા માટે તડામાર તૈયારીઓ થઈ ચૂકી છે.એ સાથે 28 ગ્રામ પંચાયતોના સરપંચના ઉમેદવારો તેમજ જે તે ગ્રામ પંચાયતમાં આવેલા વોર્ડના સભ્યો ને મેદાનમાં ઉતારવા માટે રાજકીય પક્ષોદ્વારા સક્ષમ ઉમેદવારોની શોધ પણ પૂર્ણ થઈ ચૂકી છે.

એટલું જ નહીં ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ પણ નવમી જૂન છે.ત્યારે હવે જે તે રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવારો ની પસંદગી પર ખરી ઉતર્યા બાદ ફોર્મ કેવી રીતે ભરવું ફોર્મ ભરવા માટે જરૂરી કાગળો કયા કયા કઢાવવા, ફોર્મ ભરતી વખતે કઈ બાબતોનું ધ્યાન આપવું,આ તમામ બાબતો નું અનુભવી સંગઠનના માથાઓ દ્વારા માર્ગદર્શન આપી ઉમેદવારી પત્રો ભરવાના શ્રી ગણેશ થઈ ચૂક્યા છે.જેને પરિણામે ચૂંટણી લડવા ઈચ્છુક એવા ઉમેદવારો દ્વારા ચૂંટણી પંચના નિયમો અનુસાર કોઈપણ જાત નો બોજો ના હોય,બે થી વધુ સંતાન ના હોય તેમજ રોકડ,દાગીના, મિલકતો અંગે ના સોગંધનામા, પોલીસ ક્લીયર સર્ટીફીકેટ, આવકના દાખલા, જાતિના દાખલા હોય આ તમામ કઢાવવા માટે રેવન્યુ કચેરી તેમજ પોલીસ મથકે દાખલા લેવા ઈચ્છુક ઉમેદવારો દ્વારા દોડધામ મચી ગયેલી જોવા મળે છે.ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 9 જુન હોય તે દિવસે જ 28 ગ્રામ પંચાયતોના 28 સરપંચ માટે કેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેનો આંક બહાર આવશે. ત્યારબાદ ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ અને સમયે મેદાનમાં કેટલા ઉમેદવારો હવે જા ચોક્કસ છે, તેની સ્પષ્ટતા થશે.પરંતુ 9 હાલ તો ચૂંટણીનો પ્રથમ તબક્કો એટલે ઉમેદવારી પત્ર ભરવું એ માટે ઉમેદવારો હાલ પોતાના ટેકેદારો -સાથે ઉમેદવારી પત્ર ભરવામાં તે વ્યસ્ત થયેલા જોવા મળી રહ્યા છે.