ડભોઇ ઐતિહાસિક નગરી ડભોઇમાં હાલ વિકાસની વાતો વચ્ચે નગરપાલિકાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. શહેરના વસઈ જીન બહાર અને સોનેશ્વર પાર્ક જવાના મુખ્ય માર્ગો પર ગટરની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. છેલ્લા એક મહિનાથી રસ્તાઓ પર ગટરના ગંદા પાણી વહી રહ્યા છે, છતાં તંત્ર જાણે કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ લોકોની વેદના સાંભળવા તૈયાર નથી.શિયાળામાં ચોમાસા જેવો માહોલ આશ્ચર્યની વાત એ છે કે અત્યારે કડકડતી ઠંડી અને શિયાળાની ઋતુ ચાલી રહી છે, તેમ છતાં આ વિસ્તારોમાં ગટરના ઉભરાતા પાણીને કારણે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આખા રોડ પર ગંદા પાણી ફરી વળ્યા છે, જેના કારણે સ્થાનિકો અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

લોકોમાં ઉઠતા સળગતા સવાલો વેરો ભરીએ છીએ તો સુવિધા ક્યાં સ્થાનિક લોકો પૂછી રહ્યા છે કે શું અમે નગરપાલિકાને વેરો નથી ભરતા શું આ વિસ્તાર પાલિકાના નકશામાં નથી આવતો શિક્ષણ અને શ્રદ્ધા પર પ્રહાર શાળાએ જતા નાના બાળકો અને મદ્રેસા જતા વિદ્યાર્થીઓને આ દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવું પડે છે. એટલું જ નહીં, મંદિર કે મસ્જિદ જનારા શ્રદ્ધાળુઓએ પણ ગંદા પાણી ખૂંદીને જવું પડે છે.પ્રસંગોમાં વિઘ્ન: લગ્ન પ્રસંગ હોય તો માણસ વ્યવસ્થા કરી લે, પણ જો મરણ જેવી આકસ્મિક દુખદ ઘટના બને, ત્યારે સ્મશાનયાત્રા કે અંતિમ વિધિ માટે આ ગંદા પાણીમાંથી પસાર થવું અશક્ય બની ગયું છે.ભયંકર રોગચાળાની દહેશત
સ્થાનિકોમાં ભારે આક્રોશ છે કે ગટરના આ ગંદા પાણી અને ગંદકીને કારણે ડેન્ગ્યુ, મેલેરિયા અને કમળા જેવા જીવલેણ રોગો માથું ઊંચકી રહ્યા છે. જો વહેલી તકે સફાઈ કરવામાં નહીં આવે, તો આખું શહેર મોટા રોગચાળાની લપેટમાં આવી શકે છે.

અમે વારંવાર રજૂઆત કરી છે, પણ પાલિકાના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી. શું તંત્ર કોઈના કોઈ મોટો રોગચાર ની રાહ જોઈ રહ્યું છેસ્થાનિક રહેવાસીનો આક્રોશ વહેલી તકે નિકાલની માંગ
ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો તાત્કાલિક જાગે અને આ વિસ્તારની ગટર લાઈનનું સમારકામ કરી સફાઈ કરાવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. જો આગામી દિવસોમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
REPOTER : ફકીરા ખત્રી ડભોઈ


