E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : ડભોઇ નગરપાલિકા દ્વારા "વુમન ફોર ટ્રી" કાર્યક્રમ યોજાયો

Vadodara : ડભોઇ નગરપાલિકા દ્વારા “વુમન ફોર ટ્રી” કાર્યક્રમ યોજાયો

ડભોઇ નગરપાલિકા ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા “શહેરી વિકાસ વર્ષ – ૨૦૨૫” ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ “વુમન ફોર ટ્રી – 2025” નો શુભારંભ કાર્યક્રમ રાજ્ય કક્ષાનો ધોળકા ખાતે યોજાયો હતો. જેના સમાંતરે સમગ્ર ગુજરાતની 70 થી વધુ નગરપાલિકાઓમાં આ કાર્યક્રમનું લાઇવ ટેલીકાસ્ટ કરી નગરપાલિકા કક્ષાએ પણ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે પૈકી ડભોઇ નગરપાલિકા દ્વારા ડભોઇ નગરના સખીમંડળની બહેનો સાથે પર્યાવરણ સંરક્ષણ અને હરિતભૂમિ વધારવાના ઉદ્દેશ સાથે “વુમન ફોર ટ્રી” અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો.


ડભોઇ નગરપાલિકા ખાતે અમૃત ૨.૦ હેઠળ ડભોઇ નગરના અલગ અલગ સ્થળોએ ૪ પ્રોજેક્ટ હેઠળ કુલ ૮૦૦ જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા છે. ત્યારે ડભોઇ શહેરના સખીમંડળની મોટી સંખ્યામા બહેનો આ કાર્યક્રમ માટે ડભોઇ નગરપાલિકાના સભાખંડમા એકત્ર થઇ રાજ્ય કક્ષાનો ધોળકા ખાતેના કાર્યક્રમને નિહાળ્યો હતો. જ્યારે ડભોઇ નગરપાલિકા ખાતેના આજના કાર્યક્રમ ડભોઇ નગરપાલિકાના પ્રમુખની અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ઉપપ્રમુખ કારોબારી ચેરમેન તથા નગરપાલિકાના સભ્યશ્રીઓ અને કર્મચારીમિત્રો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ યમુનાનગર ખાતે મહાનુભાવોના હસ્તે વિવિધ જાતના વૃક્ષોના રોપણ કરવામાં આવ્યા હતા. મેનેજર અર્ચના પરમાર દ્વારા આ કાર્યક્રમ અંન્વયે હાજર મહિલાઓને વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે વૃક્ષો માત્ર ઓક્સિજન પૂરું પાડતા નથી, પરંતુ પ્રકૃતિનું સંતુલન જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. “એક મહિલા – એક વૃક્ષ”ના સંકલ્પ સાથે પર્યાવરણને હરિયાળું બનાવવા માટે સૌએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.આ પ્રસંગે પાલિકાના પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર તથા પ્રવિણભાઇ બારીયા દ્વારા જણાવ્યું હતું કે વધતા પ્રદૂષણ અને હવામાન પરિવર્તનની સમસ્યાને ધ્યાને લઈને આવા અભિયાન સમયની માંગ છે. વૃક્ષારોપણ સાથે વૃક્ષોની સંભાળ રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતે પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લઈ “વુમન ફોર ટ્રી અભિયાનને સતત આગળ વધારવાનો નિશ્ચય વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Reporter : ફકીરા ખત્રી ડભોઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments