E-Paper
Wednesday, June 18, 2025
E-Paper
HomeGujaratVADODARA : ડભોઇ શહેરના સ્ટેશન વિસ્તાર ટાવર રોડ એસટી ડેપો પર ચોમાસુ...

VADODARA : ડભોઇ શહેરના સ્ટેશન વિસ્તાર ટાવર રોડ એસટી ડેપો પર ચોમાસુ શરૂ….

ડભોઇ શહેરના સ્ટેશન વિસ્તાર ટાવર રોડ એસટી ડેપો પર ચોમાસુ શરૂ થતા જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તાડપત્રી લેવા બજારમાં ભીડ જામી છે ડભોઇ મા ચોમાસાની ઋતુ શરૂ થતાં બજારોમાં ઠેર-ઠેર તાડપત્રીનું ધૂમ વેચાણ જોવા મળી રહ્યું છે. અંતરિયાળ તાલુકાના વિસ્તારમાંથી ગરીબ અને વેપારીવર્ગ તાડપત્રી ખરીદવા ઊમટી પડ્યો હતો.ડભોઇ મા વર્ષાઋતુની શરૂઆત થતા જ તાડપત્રીઓનું વેચાણ માટે ઠેર-ઠેર હાટડી મંડાઈ હતી. તાલુકામા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા તાડપત્રીની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી હતી.ડભોઇ સહીત આજુબાજુના ગામડાઓના વિસ્તારમાં કાચા મકાનો તેમજ ડભોઇ નગરમાં વરસાદ શરૂ થતાં જ તાડપત્રીનું વેચાણ શરૂ થયું છે.ઝુપડામાં રહેતાં ગરીબ વર્ગના લોકો ઘરમાં પાણી પડતું અટકાવવા માટે તાડપત્રીની ખરીદી કરે છે. એક મીટરના રૂા.60-70થી લઈ 150-200 સુધીના ભાવે તાડપત્રી વેચાય છે. કેટલીક જગ્યા એ સાઈઝ તો, કેટલીક જગ્યાએ તો વજન પર કિલોના ભાવે તાડપત્રીનું વેચાણ થઈ રહ્યું છે. ગરીબ વર્ગને ચોમાસામાં વરસાદી પાણી ઘરમાં ઉતરતું અટકાવવા તેમજ પશુઓને વરસાદી પાણીથી રક્ષણ મેળવવા માટે મોંઘા ભાવની તાડપત્રી ખરીદવી આવશ્યક થઇ છે.

REPORTER : ફકીરાખત્રી ડભોઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments