ડભોઈની નવીન વોર્ડ રચનાને લઈ રાજકીય મુરતિયાઓ અવઢવમાં ડભોઈ નગરની નવીન વોર્ડ રચના જાહેર કરવામાં આવી છે જેમાં નવીન વોર્ડ રચના ને લઈ રાજકીય મુરતિયા ઓ અવઢવ માં આવી ગયા છે નવીન વોર્ડ રચના ને સમજવા રાજકીય ગોડફાધર નો સહારે હોવાનું જણાય છેડભોઈ ના વેગા કજાપુર ને બે નંબર ના વોર્ડ માં જયારે તરસાણા ટીંબી ને વોર્ડ નં ૩ માં સમાવાયા છે જયારે કેટલાક વોર્ડ ની સીમા રેખાઓ બદલી નવા નંબર આપવામાં આવ્યા છે કુલ નવ વોર્ડ ની ૩૬ બેઠકો માં અડધા જેટલી બેઠકો સ્ત્રી અનામત માં આવશે આમ ૩૬ ના નગરપાલિકા બોર્ડમાં ૧૮ પુરુષો સુપર સભ્ય હશે નવીન વોર્ડ રચના ઓ માં કેટલાક સભ્યો ની રાજકીય આત્મહત્યા હશે કેમકે કેટલાક નગરસેવકો એ પોતાના વોર્ડ માં જી જાન લગાવી કામગીરી કરી હતી હવે વોર્ડ ની દશા દિશા અને ખુણાઓ બદલાતા કેટલાક વર્તમાન સભ્યો પણ અસમંજસમાં મુકાયા છે આવનાર નગરપાલિકા ની ચૂંટણી જીતવા વોર્ડ ની રચના સમજવી મુશ્કેલ હશે આવનાર સમય માં કેટલાય રાજકીય મુરતીયા ઓ ને વોર્ડ બદલવા ની ફરજ પડશે એ પણ નક્કી છે ટુંક માં મોનોપોલી વાળા વોર્ડ ને ખાસ ટાર્ગેટ કરાયા છે.

જેને લઈ સલામત બેઠકો ના ઉમેદવારો માટે સલામત બેઠક શોધવી હિમાલય પર ચઢાણ જેવી કપરી હશે ડભોઈ ની નવીન વોર્ડ રચના માં ૩૬ બેઠકો માં ૧૮ સ્ત્રી આદિજાતિ, ૫ ઓ.બીસી અને માં ૯ સમાન્ય, ૫ બક્ષીપંચ, ૩ ૧ અનુ જાતિ ની જયારે ૧૮ પુરુષો અનુ.આદિજાતિ અને ૧ અનુ જાતિ ની બેઠકો હોવાનું જાણવા મળ્યું છે ગુજરાત ચૂંટણી પંચ ની પ્રાથમિક પ્રસિદ્ધિ મુજબ અગાઉ ની વોર્ડ રચના ની જાહેરાત માં વોર્ડ ૯ માં આદિજાતિ સ્ત્રી ની બેઠક માં સુધારો થયો છે જયારે ડભોઈ ના ૫૪૮૯૫ ના મતદારો ને વોર્ડન (૧)૬૩૩૩ , (૨) ૬૨૪૨ (૩)૬૩૨૩(૪) ૬૩૦૩(૫)૬૦૫૪ (૬)૫૫૮૭(૭) ૫૪૮૯ (૮) ૬૬૪૬ (૯) ૫૯૧૮ મતદારો ની વહેચણી માં પણ કેટલાક વોર્ડ માં અસમાનતા હોવાનુ જોવા મળે છે.જયારે કેટલાક વોર્ડ ના નંબર બદલાયા છે જેમાં જુનો ૩ નંબર વોર્ડ પ તરીકે અને ૫ ને ૩ નંબર જયારે ૬ ના વોર્ડ ને ૮ નંબર માં ફેરવાવા માં આવ્યા છે જેને લઈ રાજકીય ઉમેદવારો માં અસમંજસ જોવા મળે છે એક વાત નક્કી કે વોર્ડ રચના ને લઈ કેટલાય સંભવિત ઉમેદવારો વોર્ડ રચના ને સમજવા ગોડ ફાધર ના શરણ માં ગયા છે હતચવે જોવુ રહ્યું કે આવનાર ચૂંટણી નગરમાં નવાજૂનિ ના એંધાણ જોવા મળશે એ નક્કી છે.
Reporter : ફકીરા ખત્રી ડભોઈ


