E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : ડભોઈ પાલિકાની ઘોર બેદરકારી ગટરના ગંદા પાણી વચ્ચે ભક્તો મંદિરે...

Vadodara : ડભોઈ પાલિકાની ઘોર બેદરકારી ગટરના ગંદા પાણી વચ્ચે ભક્તો મંદિરે અને નમાઝીઓ મસ્જિદે જવા મજબૂર

ડભોઈ પાલિકાની ઘોર બેદરકારી ગટરના ગંદા પાણી વચ્ચે ભક્તો મંદિરે અને નમાઝીઓ મસ્જિદે જવા મજબૂર ડભોઈ નગરપાલિકાના વહીવટ સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના દશાલાલ વાડી અને વરવાળી મસ્જિદ પાસે છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે. તંત્રની આળસને કારણે આ વિસ્તારના લોકો નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.ધાર્મિક સ્થાનોના માર્ગો પર ગંદકીનું સામ્રાજ્ય
​આ વિસ્તારમાં વડવાળી મસ્જિદ અને છીપવાડા મસ્જિદ જેવી પવિત્ર જગ્યાઓ આવેલી છે તો બીજી તરફ રામટેકરી પાસે મંદિર પણ આવેલું છે. દુર્ભાગ્યની વાત એ છે કે શ્રદ્ધાળુઓએ મંદિરે દર્શન કરવા કે નમાઝીઓએ મસ્જિદમાં બંદગી કરવા માટે આ ગટરના ગંદા અને દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવું પડે છે.

લોકો સવાલ કરી રહ્યા છે કે શું પાલિકા તંત્રને સામાન્ય નાગરિકોની આસ્થા અને સુવિધાની કોઈ પડી જ નથી પાલિકા પ્રમુખની કામગીરી સામે સવાલો સ્થાનિકોનો આક્ષેપ છે કે નગરપાલિકાના પ્રમુખ માત્ર એક-બે પસંદગીના વિસ્તારોમાં ગટરનું કામ કરાવીને આખા ડભોઈમાં સમસ્યા દૂર થઈ ગઈ હોવાનો સંતોષ માની રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે શહેરના અનેક વિસ્તારોમાં ગટરની સમસ્યા ઠેરની ઠેર છે. માત્ર વાતોના વડા કરવાને બદલે પ્રમુખ અને ચૂંટાયેલા સભ્યો આ વિસ્તારની મુલાકાત કેમ લેતા નથી સ્થાનિકોની મુખ્ય માંગણીઓ વરવાળી મસ્જિદ અને આસપાસના વિસ્તારોમાં ઉભરાતી ગટરોનો કાયમી નિકાલ કરવામાં આવે.ધાર્મિક સ્થાનો પાસે તાત્કાલિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે.માત્ર કાગળ પર નહીં, પણ જમીની સ્તર પર કામગીરી દેખાય તે જરૂરી છે.શું ડભોઈ નગરપાલિકા ઊંઘમાંથી જાગશે હવે જોવાનું એ રહે છે કે આ વિસ્તારના લોકોની વેદના પાલિકાના સત્તાધીશોના કાને પહોંચે છે કે કેમ. જો વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે, તો આવનારા દિવસોમાં લોકોમાં આક્રોશ વધુ ફાટી નીકળે તેવી પૂરેપૂરી શક્યતા છે.

Reporter : ફકીરા ખત્રી ડભોઈ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments