E-Paper
Wednesday, March 11, 2026
E-Paper
HomeGujaratVadodara : ડીઈઓ કચેરીએ સ્કૂલોને કરેલા પેપરલેસ વહીવટનો પરિપત્ર હજી પણ પેપર...

Vadodara : ડીઈઓ કચેરીએ સ્કૂલોને કરેલા પેપરલેસ વહીવટનો પરિપત્ર હજી પણ પેપર પર

 રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પેપરલેસ વહીવટ માટે ઈ સરકાર પોર્ટલ પર જ ડીઈઓ કચેરીને ફાઈલો  મોકલવાની સૂચના આપી છે તો બીજી તરફ ડીઈઓ કચેરી દ્વારા પણ વડોદરા શહેર જિલ્લાની સ્કૂલોને એક પરિપત્ર પાઠવીને હવે તમામ ફાઈલોની સોફટ કોપી ઈ- મેઈલ થકી ડીઈઓ કચેરીને મોકલવા માટે પરિપત્ર પાઠવ્યો હતો.

આ પરિપત્ર સ્કૂલોને મળે ૨૦ દિવસ જેટલો સમય થઈ ગયો છે પણ પેપરલેસ વહીવટ માટેનો પરિપત્ર પણ હજી પેપર પર જ છે.શૈક્ષણિક આલમના સૂત્રોનું કહેવું છે કે, ડીઈઓ કચેરી દ્વારા હજી પણ ફાઈલોની હાર્ડ કોપી જ મંગાવવામાં આવી રહી છે.ફાઈલો ઓનલાઈન મંગાવવાની દિશામાં કચેરી દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી.આમ ઉચ્ચતર પગાર ધોરણ, રજાઓ, પેન્શન, ઓલ્ડ પેન્શન સ્કીમ, એરિયર્સ એમ વિવિધ પ્રકારની વહીવટી કામગીરીની ફાઈલો મોકલવા માટે સ્કૂલોના કર્મચારીઓના ડીઈઓ કચેરીના ધક્કા હજી પણ યથાવત છે.

બીજી તરફ  ઈન્ચાર્જ ડીઈઓનું કહેવું છે કે, કોઈ પણ બાબતે લેવાતા નિર્ણય બાદ તેના અમલમાં થોડો સમય લાગતો હોય છે.ફાઈલો ઓનલાઈન મંગાવવામાં ત્રણ થી ચાર મહિનાનો સમય લાગશે.જૂન મહિનાથી ૧૦૦ ટકા કામગીરી ઓનલાઈન થઈ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments