E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : ડ્રગ્સ કેસમાં પકડાયેલા SOG ના ASI લક્ષ્મીકાન્તનો PI જેવો ઠાઠ,ડ્રગ્સની...

Vadodara : ડ્રગ્સ કેસમાં પકડાયેલા SOG ના ASI લક્ષ્મીકાન્તનો PI જેવો ઠાઠ,ડ્રગ્સની કામગીરી સોંપાતી હતી

ડ્રગ્સના કારોબારમાં સંડોવાયેલા વડોદરા એસઓજીના એએસઆઇ લક્ષ્મીકાન્તનો કેસ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે તેને કોનું પીઠબળ હતું તેની પણ ચર્ચા થઇ રહી છે.

રેલવે પોલીસે પકડેલા ૪૭ લાખના હેરોઇન કેસમાં ડ્રગ્સ  પેડલર સાથે નિકટના સંપર્કો અને હેરાફેરીમાં સંડોવણીના મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરા એસઓજીના એએસઆઇ લક્ષ્મી દેસાઇની ધરપકડ કરી  રિમાન્ડ મેળવ્યા છે.વડોદરામાં ડ્રગ્સના કેસમાં પોલીસની સંડોવણીનો પહેલો કેસ બહાર આવતાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ તબક્કે એવી પણ ચર્ચા થઇ રહી છે કે,લક્ષ્મી દેસાઇનો ઠાઠ પીઆઇ જેવો હતો. કોઇ પણ ચકચારી કેસમાં તપાસ કે અન્ય કાર્યવાહીમાં તેની ભૂમિકા રહેતી હતી.લક્ષ્મી કાન્તને એસઓજીમાં ડ્રગ્સની વિશેષ કામગીરી સોંપવામાં આવી હતી.ડ્રગ્સની બાતમી કોઇની પણ હોય પરંતુ લક્ષ્મી દેસાઇની ટીમને જાણ કરવાની રહેતી હતી.જેનું કારણ લક્ષ્મીના સંપર્કો અને અનુભવ હતા.પરંતુ તેનો તેણે દૂરુપયોગ કર્યો હતો.આ ઉપરાંત પોલીસ કમિશનરના નેજા હેઠળની સીધી બ્રાન્ચ મનાતી એસઓજીમાં મંજૂર થયેલા સ્ટાફ કરતાં ફાળવેલા કર્મચારી પણ ઓછા છે.એક સમયે બબ્બે પીઆઇ ફરજ પર હતા.પરંતુ હવે એક જ પીઆઇ પર કામનું  ભારણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments