વડોદરામાં અવારનવાર મગર અને સાપ જેવા જળચરો રહેણાંક વિસ્તારમાં આવી જવાના બનાવો બનતા હોય છે.જે દરમિયાન વધુ એક બનાવ બનતાં સાપનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
તાંદલજા વિસ્તારમાં આવેલા અલ સફા ફ્લેટ્સના કોમન પ્લોટ સામે દુકાન પાસે રાતે એક સાપ નજરે પડતાં ત્યાં રમતા બાળકોએ વડીલોને જાણ કરી હતી.જેથી થોડીવાર માટે લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો. જીવદયા કાર્યકરોને જાણ કરતાં તેમણે થોડી જ વારમાં સાપનું રેસ્ક્યૂ કર્યું હતું.રેડ સ્નેક નામનો આઠ ફૂટ લાંબો સાપ બિનઝેરી હોવાથી કાર્યકરોએ રાહત અનુભવી હતી.સાપને ફોરેસ્ટવ વિભાગને સોંપવાની તજવીજ કરવામાં આવી હતી.