E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : પત્ની અને ભાભી સાથે કારમાં વડોદરા આવી 15 તોલા દાગીના...

Vadodara : પત્ની અને ભાભી સાથે કારમાં વડોદરા આવી 15 તોલા દાગીના ચોરી ગયેલો મહારાષ્ટ્રનો અવિનાશ પકડાયો

વડોદરા એસટી ડેપો પર પૂણેની મહિલાના પર્સમાંથી ૧૫ તોલાના દાગીના કાઢી લેનાર એક જ પરિવારની ઠગ ત્રિપુટીના સૂત્રધાર અને આંતરરાજ્ય ગુનેગારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી ઝડપી પાડયો છે.

પૂણેના દત્તનગરમાં રહેતી જાગૃતિ પટેલ નામની મહિલા વડોદરા લગ્નમાં આવી હતી અને ગઇ તા.૨૮મી ડિસેમ્બરે ખંભાત ખાતે પરિવારજનોને મળવા જઇ રહી હતી ત્યારે બસમાં ચઢતી વખતે તેના પર્સમાંથી ૧૫ તોલાના દાગીનાની ચોરી થઇ હતી.જે અંગે સયાજીગંજ પોલીસમાં ગુનો નોંધાયો હતો.

આ બનાવની તપાસમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ આરજી જાડેજાની ટીમ સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સને આધારે લૂંટારાઓના સગડ મેળવવા મહારાષ્ટ્રના બીડ જિલ્લા સુધી પહોંચી ગઇ હતી.એક સપ્તાહથી વધુ સમયની વોચ રાખ્યા બાદ પોલીસે ગોરાઇ તાલુકાના કેકટ પાંગરી ગામના આંતરરાજ્ય ગુનેગાર અવિનાશ શેશેરાવ કાળેને ઝડપી પાડયો છે.પ્રાથમિક તપાસમાં અવિનાશ તેની પત્ની વૈશાલી અને ભાભી તારામતીને કારમાં લઇ વડોદરા આવ્યો હતો અને કામ પતાવી પરત ચાલ્યો ગયો હતો.તેની  પત્નીને દાગીના જૂના લાગતાં નવી ડિઝાઇનના દાગીના બનાવવા તમામ દાગીના ગાળીને લગડીઓ બનાવી હતી.જેથી પોલીસે ૯.૫ તોલા સોનું કબજે કરી અવિનાશની પત્ની અને ભાભીને વોન્ટેડ જાહેર કરી છે.

અવિનાશ તેની પત્ની અને ભાભી સામે ચોરી અને લૂંટના બીજા પણ ગુના

આંતરરાજ્ય ગુનેગાર અવિનાશ કાળે તેની પત્ની વૈશાલી અને ભાભી તારામતી સામે અગાઉ નોંધાયેલા ગુનાની વિગત આ મુજબ છે.

અવિનાશ કાળેઃ અવિનાશ સામે અગાઉ મહારાષ્ટ્ર અને તેલંગાણામાં ચોરી,લૂંટ અને છેતરપિંડીના પાંચ ગુના નોંધાયેલા છે.

વૈશાલી કાળેઃ વૈશાલી સામે મહારાષ્ટ્રના વાશિમ અને શેગાંવ ખાતે ચોરીના બે ગુના નોંધાયેલા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments