HomeGujaratVadodara : પાદરા નજીક ખેતરમાં દરોડો : દારૂના જથ્થા સાથે પિતા અને...

Vadodara : પાદરા નજીક ખેતરમાં દરોડો : દારૂના જથ્થા સાથે પિતા અને પુત્રની ધરપકડ

પાદરા નગર વિસ્તારમાં બજરંગનગર પાછળ આવેલા ખેતરમાં જિલ્લા પોલીસે દરોડો પાડતા દારૂનો જથ્થો ઝડપી પાડી પિતા અને પુત્રની ધરપકડ કરી છે.

માહિતી મુજબ એલસીબીના સ્ટાફને મળેલ બાતમી મુજબ પાદરા મતીયા મંદિરવાળા ફળીયાના રહેવાસી પૃથ્વી રીંકીનભાઈ પટેલ પોતાના ખેતરની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી છુટક વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી.

રેડ દરમ્યાન પૃથ્વી રીંકીનભાઈ પટેલ અને રીંકીનભાઈ ભોગીલાલભાઈ પટેલને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ સપ્લાય કરનાર શંભુભાઈ માળી (રહે. તરસાલી, વડોદરા) ફરાર હોવાનું જણાયું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે શંભુભાઈ માળી પાસેથી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો.

પોલીસે સ્થળ પરથી કુલ 656 નંગ ક્વાર્ટર/બોટલો કિંમત રૂપિયા 2,11,120/- નો દારૂ, એક મોબાઇલ તેમજ ગાડી સહિત કુલ રૂપિયા 4.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments