E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : પાર્કિંગના મુદ્દે કમિટી મેમ્બરે ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા

Vadodara : પાર્કિંગના મુદ્દે કમિટી મેમ્બરે ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા

ફ્લેટમાં પાર્કિંગના મુદ્દે કમિટી મેમ્બરે ફ્લેટના રહીશના ઘરે જઇ ચાકૂના ઉપરાછાપરી ઘા ઝીંકી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

તરસાલી સમૃદ્ધિ આનંદમમાં રહેતા નિરવભાઇ ભરતભાઇ પટેલ જંબુસરની ખાનગી કંપનીમાં પ્રોગ્રામર તરીકે નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું આ સરનામે છેલ્લા બે વર્ષથી રહું  છું. બિલ્ડરને પાર્કિંગ માટે અમે રૃપિયા પણ આપ્યા છે. ગઇકાલે સવારે અમારા ટાવરના અમારા માટે નક્કી કરાયેલી પાર્કિંગની જગ્યામાં કોઇએ કાર  પાર્ક કરી હતી. જે અંગે અમે કમિટી મેમ્બર વિવેક પરમારને જાણ કરી હતી કે, ટાવરમાં કોઇ અન્ય વ્યક્તિએ કાર મૂકી છે. તે ખસેડાવો. તેણે એવો રિપ્લાય આપ્યો કે, હું ઘરે આવું છું. જે કહેવું અને કરવું હોય તે પતાવી દઇએ.થોડીવાર પછી તે ઘરે આવ્યો હતો. દરવાજો ખોલતાની સાથે જ તેણે ચાકૂના ઘા ઝીંકી દઇ મને હાથ, કાંડા, ખભા, કમર અને  પીઠના ભાગે ઇજા પહોંચાડી હતી. ગાળો બોલી તેણે જાનથી મારી નાખવાની ધમકી આપી  હતી. બૂમાબૂમ થતા સોસાયટીના રહીશોએ વચ્ચે પડીને મને બચાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments