E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : ફેસબુક પર મિત્રતા કરી વૃદ્ધને માલસર બોલાવ્યા, ડ્રગ્સના કેસમાં...

Vadodara : ફેસબુક પર મિત્રતા કરી વૃદ્ધને માલસર બોલાવ્યા, ડ્રગ્સના કેસમાં ફસાવવાની ધમકી આપી 7 લાખ પડાવ્યા

વડોદરાના શિનોરમાં હનીટ્રેપ ગેંગનો ભેદ ઉકેલાયો છે. ફેસબુક પર મિત્રતા કરી વૃદ્ધને માલસર બોલાવ્યા હતાં. પોલીસની ખોટી ઓળખ આપી તેમનું અપહરણ કર્યું હતું. ફરીયાદીને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.

વડોદરાના શિનોરમાં હનીટ્રેપ ગેંગનો ભેદ ઉકેલાયો છે. ફેસબુક પર મિત્રતા કરી વૃદ્ધને માલસર બોલાવ્યા હતાં. પોલીસની ખોટી ઓળખ આપી તેમનું અપહરણ કર્યું હતું. ફરીયાદીને ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી. આ ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી હાર્દિક શેઠને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ત્રણ લાખની રોકડ જપ્ત કરી છે. જ્યારે આ કેસમાં પિન્કી પટેલ સહિત ચાર આરોપીઓ હજુ ફરાર છે.

વડોદરાના એક વૃદ્ધે ફેસબુક પર પિન્કી નામની એક મહિલા સાથે ફ્રેન્ડશીપ કરી હતી. ત્યાર બાદ થોડા સમય સુધી બંને વચ્ચે વાતચીત થતી હતી. આ દરમિયાન વૃદ્ધ આ મહિલા સાથે ફરવા ગયા હતાં. આ મહિલા વડોદરાની માલસર નદીમાં સ્નાન માટે ગઈ હતી. જ્યાં આ પિન્કી નામની મહિલાના મિત્રોએ નકલી પોલીસ બનીને આવ્યા હતાં અને વૃદ્ધને ધમકી આપી હતી. આ છોકરી ડ્રગ્સ કેસમાં આરોપી હોવાનું કહી વૃદ્ધને ધમકી આપી હતી.નકલી પોલીસ બનીને આવેલા મહિલાના મિત્રોએ વૃદ્ધ પાસે 9 લાખ રૂપિયા માંગ્યા હતાં.

મહિલા અને વૃદ્ધને કારમાં બેસાડીને તેઓ વડોદરાની બેંક સુધી લઈ ગયા હતાં. આ વૃદ્ધે બેંકમાંથી સાત લાખ રૂપિયા ઉપાડ્યા બાદ તેમણે પડાવી લીધા હતાં. પોલીસે આ કેસમાં પોલીસે ફરિયાદના આધારે તપાસ કરીને આ કેસમાં નકલી પોલીસ બનીને આવેલા એક આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે હાર્દિક શેઠ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આ કેસમાં હજી પિન્કી પટેલ સહિત ચાર આરોપીઓ હજુ ફરાર હોવાથી તેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments