E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : બોર્ડની પરીક્ષા દરમિયાન બે વિદ્યાર્થિનીઓની તબિયત લથડી, 108ની ટીમ તાત્કાલિક...

Vadodara : બોર્ડની પરીક્ષા દરમિયાન બે વિદ્યાર્થિનીઓની તબિયત લથડી, 108ની ટીમ તાત્કાલિક શાળાએ દોડી

વડોદરાના માંજલપુરમાં પરીક્ષા આપી રહેલી બે વિદ્યાર્થિનીઓની તબિયત એકાએક લથડતા શાળા પ્રશાસન અને ત્યાં હાજર આરોગ્ય ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાજ્યભરમાં આજથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલી અંબે સ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર એક ચિંતાજનક ઘટના બની હતી. પરીક્ષા આપી રહેલી બે વિદ્યાર્થિનીઓની તબિયત એકાએક લથડતા શાળા પ્રશાસન અને ત્યાં હાજર આરોગ્ય ટીમ દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, પરીક્ષા ખંડમાં પેપર લખતી વખતે એક વિદ્યાર્થિનીને અચાનક ખેંચ (આંચકી) આવતા તેની સ્થિતિ ગંભીર બની હતી. શાળા દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તેને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યારે બીજી એક વિદ્યાર્થિનીને ગભરામણને કારણે ચક્કર આવતા તે ઢળી પડી હતી.

ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ મિનિટોમાં શાળાએ પહોંચી ગઈ હતી. ગભરામણને કારણે બીમાર પડેલી વિદ્યાર્થિનીને પેરામેડિકલ સ્ટાફ દ્વારા પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સારવાર બાદ વિદ્યાર્થિની ભાનમાં આવી હતી અને તેણે પરીક્ષા આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તબિયતમાં સુધારો જણાતા તેને ફરીથી પરીક્ષા ખંડમાં બેસાડવામાં આવી હતી, જેને પગલે બહાર ઉભેલા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments