E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : લોકમાં ચાવી હોય તેવા સ્કૂટરને ઉઠાવી જતો વાહનચોર પકડાયો, સસ્તામાં...

Vadodara : લોકમાં ચાવી હોય તેવા સ્કૂટરને ઉઠાવી જતો વાહનચોર પકડાયો, સસ્તામાં વેચી દેતો હતો, પાંચ સ્કૂટર મળ્યા

વડોદરા પોલીસે એક વાહન ચોરને ઝડપી પાડી વડોદરા તેમજ ઉમરેઠમાં ચોરી કરેલા પાંચ સ્કૂટરનો ભેદ ઉકેલ્યો છે. 

સરદાર ભવનના ખાચામાં એક યુવક સ્કૂટર લઈને આંટા મારતો હોવાથી પોલીસને શંકા જતા તેને અટકાવી સ્કૂટર બાબતે પૂછપરછ કરી હતી. જે દરમિયાન તેની પાસે મળેલું સ્કૂટર થોડા દિવસ પહેલા ન્યુ વીઆઈપી રોડના ખોડીયાર નગર પાસેથી ચાવી લટકતી જોતા ઉઠાવી લીધું હોવાની કબુલાત કરી હતી. 

કારેલીબાગ પોલીસે વધુ પૂછપરછ કરતા રીઢા વાહન ચોરે વડોદરાના કારેલીબાગ, ફતેગંજ, છાણી બાપોદ અને ઉમરેઠમાં આ પ્રકારે ચાવી લટકતી હોય તેવા પાંચ સ્કૂટરને ટાર્ગેટ કરી ચોરી કર્યાની કબુલાત કરી હતી. ચોરી કરેલા સ્કૂટર ઘરની કોઈ વ્યક્તિ બીમાર છે તેમ કહી સસ્તામાં વહેંચી દેતો કે ગીરવી મૂકી દેતો હતો. જેથી પોલીસે તમામ સ્કૂટર કબજે કર્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments