HomeGujaratVadodaraVadodara : લોનની ઉઘરાણી માટે વકીલને કોલ કરી જાતિ અપમાનિત શબ્દો કહેતા...

Vadodara : લોનની ઉઘરાણી માટે વકીલને કોલ કરી જાતિ અપમાનિત શબ્દો કહેતા ફરિયાદ

લોનની ઉઘરાણી માટે વકીલને ફોન કરી વકીલાતની ડિગ્રી તથા જાતિ અપમાનિત શબ્દો કહ્યા હતા. જે અંગે વકીલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આજવારોડ જાદવ અમી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા વકીલ રૂપેશકુમાર રમેશભાઇ વસાવાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ક્રેઝીબી સર્વિસીસ પ્રા.લિ. ક્રેડિટ બી માંથી મેં લોન લીધી હતી. આર્થિક તકલીફના કારણે મેં છેલ્લા ત્રણ મહિનાથી હપ્તા ભર્યા નહતા. ગત ૧૭ મી તારીખે સાંજે હું મારા મિત્ર મોસીન દિવાન કોર્ટથી ઘરે આવતા હતા. તે દરમિયાન મારા મોબાઇલ પર લોનની ઉઘરાણી માટે એક વ્યક્તિનો કોલ આવ્યો હતો. મેં સ્પીકર ચાલુ કર્યું હતું.

મેં તેને નમ્રતાથી જણાવ્યું હતું કે, મારાથી હમણા લોન ભરી શકાય તેમ નથી. સગવડ થતા ભરી દઇશ. પરંતુ, તે કોઇ વાત માનવા તૈયાર નહતો. તેણે મારી સાથે અભદ્ર ભાષામાં વાત કરતા મેં તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ મયૂર જણાવ્યું હતું. તેણે થોડીવાર પછી પોતાનું નામ હિતેશ જણાવ્યું હતું. થોડીવાર પછી અન્ય એક વ્યક્તિએ મારી સાથે વાત કરી હતી. તેણે મારી વકીલાતની ડિગ્રી તેમજ જાતિ અપમાનિત શબ્દો કહ્યા હતા. આ અંગે મેં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, મારી સાથે પહેલી વખત વાત કરનારનું નામ સાહિલ મહેન્દ્રભાઇ બાકોલા (રહે. જગદંબા હોમ્સ ત્રાગંડ, અમદાવાદ મૂળ રહે. અમુલુણ ગામ,તા. કાંકરેજ, જિ.બનાસકાંઠા) તથા બીજી વખત વાત કરનારનું નામ ભાવિક કૈલાસભાઇ જોશી (રહે. જોગણી માતાની ચાલી, ઘાટલોડિયા, અમદાવાદ, મૂળ રહે. રાજસ્થાન) હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments