E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : વડોદરામાં રાવપુરાના ફ્લેટમાં દાગીના અને રોકડ ચોરનાર રીઢો ચોર પકડાયો,...

Vadodara : વડોદરામાં રાવપુરાના ફ્લેટમાં દાગીના અને રોકડ ચોરનાર રીઢો ચોર પકડાયો, 54 ગુનામાં સંડોવણી

વડોદરામાં રાવપુરાના ભરચક વિસ્તારમાં ધોળે દિવસે એક મકાનમાં ત્રાટકી દાગીના અને રોકડ રકમની ઉઠાંત્રી કરનાર રીઢા ચોરને ક્રાઈમ બ્રાન્ચે માંડવી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.

માંડવીના ચોકસી બજાર વિસ્તારમાં પોલીસે એક શખમદ આધેડને તપાસતા તેની પાસેથી સોનાની ચેન, બે બુટ્ટી અને રોકડા 20,000 મળી આવ્યા હતા. પોલીસની તપાસ દરમિયાન તેનું નામ અમિત ઉર્ફે શ્યામ નવીનચંદ્ર સાપરિયા (દરજી) (ગોકુલેશ સોસાયટી, શંકરપુરા તા.વડોદરા) હોવાનું જણાઈ આવ્યું હતું.દાગીનામાં બીલ નહીં મળતા પોલીસને શંકા ગઈ હતી. આરોપીની વધુ તપાસ કરતા તે રીઢો ચોર હોવાની અને તેણે છેલ્લા 27 વર્ષ દરમિયાન વડોદરા ઉપરાંત અમદાવાદ, આણંદ અને સુરત સહિતના સ્થળોએ 54 જેટલી ગુનાઓ આચર્યા હોવાનું ખુલ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments