E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ-કર્મચારીઓ સામુહિક રજા પર ઉતરતા ઓફિસો ખાલીખમ

Vadodara : વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ-કર્મચારીઓ સામુહિક રજા પર ઉતરતા ઓફિસો ખાલીખમ

વડોદરા મહાનગર પાલિકાની કચેરીઓમાં ત્રાહિત વ્યક્તિઓની કનડગત અને ત્રાસના કારણે કર્મીઓ હેરાન પરેશાન થઈ જતા આજે માસ સી.એલ પર ઉતરી જઈને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેનાથી વળી કચેરી આજે સુમસામ જણાઈ હતી. કાયમ ધમધમતી કચેરીની તમામ ઓફિસોમાં કાગડા ઉડી રહ્યા હતા જ્યારે કેટલીક ઓફિસોમાં અંધારપટ પણ છવાયેલો રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે પાલિકાના વર્ગ 1ના અધિકારીઓએ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને ગઈકાલે એક આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે રોજિંદી કામગીરીમાં ભારે વિક્ષેપ અને મુશ્કેલીઓ નિયત કામમાં થતી રહે છે પરિણામે રોજિંદા કામકાજમાં વારંવાર અડચણો પણ ઊભી થાય છે આ અંગે તાત્કાલિક ધોરણે કોઈ નિર્ણય નહીં આવે તો માસ સીએલની પણ ચીમકી આપવામાં આવી હતી. જેથી આજે સવારથી જ પાલિકા વડી કચેરી ખંડેરાવ માર્કેટની તમામ ઓફિસો સૂમસામ જણાતી હતી. રોજે રોજ નિયત સમય દરમિયાન ધમધમતી વિવિધ ઓફિસોમાં આજે કાગડા ઉડતા જણાયા હતા. ઊંચ સીટી એન્જિનિયર અને એડિશનલ સીટી એન્જિનિયર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓની ઓફિસોમાં પણ ખુરશીઓ ખાલી હતી અને એડિશનલ સીટી એન્જિનિયરની ઓફિસમાં રીતસરનો અંધારપટ પણ છવાયેલો જોવા મળ્યો હતો. આમ ગઈકાલે અપાયેલા આવેદન પત્રના સંદર્ભમાં આજે સવારે નિયત સમયે રોજિંદા આવી જતા કર્મચારીઓ પૈકી કોઈ દેખાયું ન હતું. જેથી તમામ અધિકારીઓ માસ સી.એલ પર ઉતરી ગયાનું ફલિત થતું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments