E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : વધુ એક શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, છુટ્ટા હાથના ધીંગાણાના...

Vadodara : વધુ એક શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી, છુટ્ટા હાથના ધીંગાણાના વીડિયો વાયરલ

વિદ્યાર્થીઓ વચ્ચે સર્જાયેલા આ ધીંગાણાના વીડિયોએ શાળાના સંચાલન અને વિદ્યાર્થીઓમાં વધતી હિંસક વૃત્તિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ મામલે શાળા સત્તાધીશો દ્વારા કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ, તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત

વડોદરા શહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ સતત વધી રહી છે. વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે જૂથ અથડામણ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના ઉંડેરા વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે આ મારામારી થઈ હોવાની ચર્ચા છે. બંને જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઈ હતી, જેણે ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં વિદ્યાર્થીઓએ છુટ્ટા હાથની મારામારી કરી હતી. આ મારામારી દરમિયાન ત્યાં હાજર કોઈ વ્યક્તિએ ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો, અને તે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ વચ્ચે સર્જાયેલા આ ધીંગાણાના વીડિયોએ શાળાના સંચાલન અને વિદ્યાર્થીઓમાં વધતી હિંસક વૃત્તિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ મામલે શાળા સત્તાધીશો દ્વારા કે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ, તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments