E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratVadodaraVadodara : વાગરામાં 50 દિવસમાં 30 લોકો સાયબર ઠગાઈનો ભોગ બન્યા: રૂ....

Vadodara : વાગરામાં 50 દિવસમાં 30 લોકો સાયબર ઠગાઈનો ભોગ બન્યા: રૂ. 6.51 લાખથી વધુની રકમની ઠગાઈ, પોલીસની કાર્યવાહી શરૂ કરી..

વાગરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયબર ફ્રોડની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા માત્ર 50 દિવસના ટૂંકા ગાળામાં સાયબર ઠગોએ 30 નિર્દોષ નાગરિકોને નિશાન બનાવી કુલ 6,51,962 રૂપિયાની રકમ ખંખેરી લીધી છે. આ આંકડા પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદોના આધારે સામે આવ્યા છે, જે ટેકનોલોજીના યુગમાં સામાન્ય જનતા કેટલી અસુરક્ષિત બની રહી છે તે દર્શાવે છે.

આંકડાકીય વિગતો મુજબ, ગત નવેમ્બર માસમાં ફ્રોડની 17 ફરિયાદોમાં 2.20 લાખથી વધુ રકમની ઠગાઈ થઈ હતી. જેમાંથી પોલીસે સક્રિયતા દાખવી 74,517 રૂપિયા હોલ્ડ કરાવ્યા હતા. ચાલુ ડિસેમ્બર માસમાં માત્ર 20 દિવસમાં જ 13 નવી ફરિયાદો નોંધાઈ છે, જેમાં ઠગોએ 4.31 લાખ રૂપિયા પડાવી લીધા છે. જે પૈકી 1.25 લાખ રૂપિયાની રકમ હોલ્ડ કરવામાં પોલીસને સફળતા મળી છે.

બીજી તરફ, સાયબર ગુનેગારોને પાંજરે પૂરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત સાયબર ક્રાઈમ આચરતી ટોળકીઓ પર ત્રાટકીને અત્યાર સુધીમાં કુલ ચાર ગુના દાખલ કરવામાં આવ્યા છે અને નવ જેટલા આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીથીસાયબર માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

વધતા જતા સાયબર અપરાધોને જોતા વાગરા પોલીસ દ્વારા જનતાને અત્યંત સાવધ રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. પોલીસે નાગરિકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે, કોઈપણ અજાણી મોબાઈલ એપ ડાઉનલોડ કરવી નહીં, લોભામણી લોન ઓફરની જાળમાં ફસાવું નહીં કે સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ દ્વારા આપવામાં આવતી લાલચો પર ભરોસો કરવો નહીં.

જો કોઈ વ્યક્તિ સાથે નાણાકીય છેતરપિંડી થાય અથવા કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય, તો સમય બગાડ્યા વિના તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અથવા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર પર જાણ કરવા જણાવાયું છે.

રિપોર્ટર : સૈફ અલી ભટ્ટી વાગરા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments