સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાં જ પોલીસતંત્ર પણ એલર્ટ બન્યું છે અને દારૃના જથ્થાની હેરાફેરી ઝડપી પાડવા માટે દોડાદોડી કરી રહ્યું છે. વાઘોડિયામાં બીયરનો જથ્થો લઇને જતા બે શખ્સોને ઝડપી પાડયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ ભાનપુરાથી રુસ્તમપુરા તરફ એક ટુ વ્હિલર પર દારૃનો જથ્થો લઇને બે શખ્સો પસાર થવાના છે તેવી માહિતીના આધારે વાઘોડિયા પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનું વાહન આવતા તેને રોકી તેમની પાસેનો સામાન ચેક કરતાં રૃા.૧.૧૮ લાખ કિંમતના ૫૯૩ નંગ બીયરના ટીન મળ્યા હતાં. પોલીસે બીયરનો જથ્થો, મોબાઇલ તેમજ ટુ વ્હિલર સહિત કુલ રૃા.૧.૭૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઝડપાયેલા બે શખ્સો મોન્ટુ અમરસિંગ રાઠવા (રહે.નાની સઢલી, હોળી ફળિયું, રંગપુર) અને મસ્તાભાઇ સેગજીભાઇ વસાવા (રહે.રુસ્તમપુરા વસાહત)ની પોલીસે દારૃના જથ્થા અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.


